સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ ક્રિકેટમાં મોટો ભૂકંપ: કર્ફ્યુ ભંગ બદલ કેપ્ટન બેન સ્ટોક્સ અને એટકિન્સન ટીમ બહાર, જો રૂટ બન્યો નવો કેપ્ટન

Ben Stokes Suspended England vs New Zealand: ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પૂર્વે જ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં એક બહુ મોટો વિવાદ ફાટી નીકળ્યો છે. ટીમના નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગુસ એટકિન્સનને ગંભીર અનુશાસનહીનતા તેમજ ટીમ પ્રોટોકોલના ભંગ બદલ બીજી ટેસ્ટ મેચમાંથી તાત્કાલિક અસરથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ આકસ્મિક અને મોટા ફેરફાર બાદ, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન જો રૂટને વચગાળાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

લોર્ડ્સ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 115 રનથી શાનદાર જીત મેળવ્યા બાદ ઇંગ્લેન્ડના કેમ્પમાં વિવાદ સર્જાયો હતો. અહેવાલો અનુસાર, વિજયની ઉજવણી દરમિયાન કેપ્ટન બેન સ્ટોક્સ અને ગુસ એટકિન્સને ટીમ માટે નિર્ધારિત કરાયેલા મધ્યરાત્રિના કર્ફ્યુના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ બંને ખેલાડીઓ લંડનની એક નાઇટક્લબમાં મોડી રાત સુધી રોકાયા હતા, જ્યાં કોઈ અજ્ઞાત કારણોસર થયેલા ઝઘડા બાદ ઇંગ્લેન્ડ ટીમના સત્તાવાર સુરક્ષા ગાર્ડ સાથે તેમની ઉગ્ર ઝપાઝપી થઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ECB એ હાઈ-લેવલ તપાસ શરૂ કરી છે અને તપાસ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરી પસંદગી માટે અનુપલબ્ધ જાહેર કર્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જો રૂટ ફરી સંભાળશે સુકાન

ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 17 જૂનથી લંડનના પ્રખ્યાત ઓવલ મેદાન પર રમાશે, જ્યાં જો રૂટ ઇંગ્લિશ ટીમનું નેતૃત્વ કરશે. આ પૂર્વે વર્ષ 2017 માં એલિસ્ટર કૂક બાદ રૂટ કેપ્ટન બન્યો હતો અને તેણે કુલ 64 ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી છે. જોકે, એપ્રિલ 2022 માં એશિઝ શ્રેણીની હાર અને ખરાબ ફોર્મને લીધે તેણે રાજીનામું આપ્યું હતું, જેના પછી બેન સ્ટોક્સને કમાન સોંપાઈ હતી. સ્ટોક્સ અને એટકિન્સનની ગેરહાજરી વચ્ચે ઇંગ્લેન્ડની ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની લાંબા સમય બાદ રેડ-બોલ (ટેસ્ટ) ક્રિકેટમાં વાપસી થઈ છે. આ ઉપરાંત, યુવા બેટ્સમેન જોર્ડન કોક્સને પણ બેકઅપ તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.

બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની 15 સભ્યોની સત્તાવાર ટીમ

જો રૂટ (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યુ ફિશર, એમિલિયો ગે, જેમ્સ રીવ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ, જોશ ટંગ.

આ પણ વાંચો: ખાવામાં પણ ફર્સ્ટ, રન બનાવવામાં પણ ફર્સ્ટ… વૈભવ સૂર્યવંશીના બાળપણના વાયરલ વીડિયોએ ખોલ્યું મોટું રહસ્ય!

Back to top button