ટ્રેન્ડિંગનેશનલ

નીતિશ કુમારના દીકરા નિશાંતની રાજકારણમાં એન્ટ્રી પર લાગ્યો અલ્પવિરામ, જેડીયુએ કરી સ્પષ્ટતા

બિહારઃ 3 સપ્ટેમ્બર, 2025: Bihar Election: બિહારના રાજકારણમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. જોકે, હવે જનતા દળ (યુનાઇટેડ) એ આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.

નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડાશે ચૂંટણી

JDUના કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ‘નિશાંત કુમાર હાલ રાજકારણમાં પ્રવેશ નહીં કરે. નીતિશ કુમાર સક્રિય છે અને આગામી ચૂંટણી તેમના નેતૃત્વમાં લડવામાં આવશે.’ સંજય ઝાના નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં JDUની કમાન સંપૂર્ણપણે નીતિશ કુમારના હાથમાં રહેશે અને તેમનો પુત્ર હાલ રાજકારણમાં નહીં આવે.

JDUની આંતરિક માંગ

હકીકતમાં, JDUની અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે, હવે નીતીશના પુત્ર નિશાંતે રાજકારણમાં સક્રિય થવું જોઈએ અને આ ચૂંટણી લડવી જોઈએ. JDUના ધારાસભ્ય ગોપાલ મંડલે પણ જાહેરમાં કહ્યું હતું કે, નિશાંતે પાર્ટીમાં જોડાવું જોઈએ. જો નિશાંત નહીં આવે તો JDUમાં ભાગદોડ થશે. નિશાંત આવશે તો જ પાર્ટી બચશે. નહીંતર કોઈ નેતા RJD માં જશે અને કોઈ ભાજપમાં જશે.

ઉપેન્દ્ર કુશવાહાએ પણ કરી વિનંતી

આ પહેલા રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ નિશાંતને ઉત્તરાધિકારી જાહેર કરવા અને જેડીયુનું નેતૃત્વ સોંપવા વિનંતી કરી હતી. કુશવાહાએ નિશાંતને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને નીતિશ કુમારને કહ્યું હતું કે, તેમણે સમયસર પાર્ટીની જવાબદારી ટ્રાન્સફર કરવાના મુદ્દા પર નક્કર નિર્ણય લેવો જોઈએ.

આ પણ વાંચોઃ કોલકાતામાં ઉર્દૂ કાર્યક્રમને લઈને જાવેદ અખ્તરનો વિરોધ, કાર્યક્રમ કરવો પડ્યો રદ

આ પણ વાંચોઃ ભાજપ યુવા મોરચાની કારોબારી બેઠક મળી, સેવા પખવાડિયા અને યુવા કાર્યક્રમોની રૂપરેખા ઘડાઈ

Back to top button