ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

બુમરાહ એક પણ ટેસ્ટ જીતાડી શક્યો નહીં, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડીએ સિરાજના ભરપૂર વખાણ કર્યા

team india player:  ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેડ હૈડને મોહમ્મદ સિરાજના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતની હાલની ટીમે એ સાબિત કરી દીધું છે કે તે જસપ્રીત બુમરાહ વિના પણ રમી અને જીતી શકે છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે, બુમરાહ એક પણ ટેસ્ટ જીતાડી શક્યો નથી. હેડને કહ્યું કે, સિરાજે ખુદને ભારતીય બોલિંગ આક્રમણનો લીડર સાબિત કરી દીધો છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેને યૂટ્યૂબ ચેનલ LiSTNR Sport પર કહ્યું કે, ભારતીય ટીમે દેખાડી દીધું છે કે તે બુમરાહ વિના પણ રમી શકે છે. ભારતમાં ઘણું ટેલેન્ટ છે. પણ બુમરાહ એક પણ ટેસ્ટ જીતાડી શક્યો નહીં.

મોહમ્મદ સિરાજના વખાણ કરતા હેડને કહ્યું કે, મને લાગે છે કે સિરાજ એટેકનો લીડર છે. તે એ ખેલાડીઓમાંથી છે, જે મોટી મેચમાં બોલિંગ કરવાનું જાણે છે. જા તેણે ભૂલો કરી, પણ તે મોકાનો ફાયદો ઉઠાવવાનું ચૂકતો નથી. જો આપની પાસે આવા ખેલાડી છે તો ભૂલ કરવાથી ડરતા નથી, જે ગેમમાં રહેવા માટે વિરોધી ટીમને પ્રેશરમાં લાવી શકે છે, તો આવા ખેલાડીઓને જરુરથી રાખશો.

સિરાજના વખાણ કરતા તેમણે કહ્યું કે, તે રમતના છેલ્લા કલાકમાં બોલ પોતાના હાથમાં રાખવા માગતો હતો. તે દરેક ઓવર મેચ જીતાડવા માટે ફેંકી રહ્યો હતો. તેણે કેચ છોડ્યો. તે ખરાબ હતું. જો તેણે એ કેચ પકડ્યો હોત સોનામાં સુગંધ ભળી જાત

વર્કલોડ મેનેજમેન્ટને કારણે જસપ્રીત બુમરાહ 5 ટેસ્ટમાંથી ફક્ત 3 મેચ રમ્યો. તેમાં તેણે બે વાર 5 વિકેટ લીધી અને કુલ 14 વિકેટ લીધી. બીજી તરફ, મોહમ્મદ સિરાજે બધી 5 મેચ રમી. તેણે સિરીઝમાં કુલ 23 વિકેટ લીધી જે બંને ટીમોના બોલરોમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો: VIDEO: ચાલુ મેચમાં ક્રિકેટના મેદાનમાં શિયાળ ઘૂસી આવ્યું, થોડી વાર માટે મેચ રોકવી પડી

Back to top button