ગુજરાતની સેમિકન્ડકર ઈન્ડસ્ટ્રીઝથી પ્રભાવિત થયું જાપાનીઝ ડેલિગેશન, CM સાથે કરી મુલાકાત

ગાંધીનગર, તા. 5 સપ્ટેમ્બર, 2025: જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર શ્રીયુત સાસાકી જૂનના નેતૃત્વમાં JICAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આઆવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં કાર્યરત જાપાનીઝ સેમિકોન ઇન્ડસ્ટ્રીઝનો મુલાકાત પ્રવાસ યોજ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોથી રાજ્યમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે તેમ બેઠકની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધરાવતું રાજ્ય છે અને સેમિકન્ડક્ટર હબ બનવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહ્યું છે તેવો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
Had a fruitful meeting with Mr. Jun Sasaki, Vice Governor of Iwate Prefecture, Japan, and the JICA delegation in Gandhinagar.
We explored cooperation in technical support and skill development through practical knowledge sharing to strengthen Gujarat’s semiconductor ecosystem.… pic.twitter.com/oR7GYZFgeR
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 5, 2025
આ ડેલીગેશન ધોલેરા એસઆઈઆરમાં કાર્યરત સેમિકોન ઉદ્યોગોની સ્થળ મુલાકાત લઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા જાપાનીઝ ઉદ્યોગોને મળી રહેલા સહયોગ અંગે આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝના ઝડપથી વધી રહેલા વ્યાપથી પણ આ ડેલિગેશન પ્રભાવિત થયું હતું
આ સંદર્ભમાં તેમણે રાજ્યમાં સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ વધુ સંગીન બનાવવા માટે જાપાનના ઇવાટે પ્રીફેક્ચર સાથે ટેકનિકલ સપોર્ટ, સ્કીલ ડેવલપમેન્ટ માટે પ્રેક્ટીકલ નોલેજ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રોમાં લાંબા ગાળાના પરસ્પર સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.
આ પણ વાંચોઃ અજિત ‘દાદા’ સાથે પંગો લેનારી લેડી IPS કોણ છે?












