Jammu and Kashmir:પૂંછ જિલ્લાની સરકારી શાળા પર પથ્થર પડ્યો; 1નું મૃત્યું; 4 ઘાયલ

જમ્મુ અને કાશ્મીર, 21 જુલાઈ 2025: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક સરકારી શાળાના મકાન પર એક મોટો પથ્થર પડ્યો. આ ઘટનામાં 1 વિદ્યાર્થીનું મૃત્યુ થયું. આ ઘટનામાં 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમાચાર મુજબ, કાલસા ભૈંચ વિસ્તારમાં એક સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાં એક પથ્થર પડ્યો. આ ઘટનામાં 6 વર્ષના વિદ્યાર્થીઓના મૃત્યું નીપજ્યું. આ ઘટના બાદ, વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો સાથે મળીને પોલીસે બચાવ કામગીરી શરૂ કરી. પોલીસની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.
Tragedy in Poonch: A 5-year-old student killed, several injured as a rock hits Govt Primary School Kalissan. Why are children still exposed to such dangers? This is criminal negligence. Authorities must act now—ensure safety & extend immediate help to victims! #Poonch #relief pic.twitter.com/k5UKmOgqvl
— SAYED MAJID SHAH (@sayedmajidshah1) July 21, 2025
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં સૈન્યનું વિમાન સ્કૂલ ઉપર તૂટી પડ્યું, એકનું મૃત્યુઃ જુઓ વીડિયો












