ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં સૈન્ય વિમાન દુર્ઘટના, 19 માર્યા ગયા, 100થી વધુ ઘાયલઃ જુઓ વીડિયો

ઢાકા, 21 જુલાઈ, 2025ઃ  Military plane crashes into school in Bangladesh બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એરફોર્સનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું. પીટીઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, સોમવારે બપોરે લગભગ 1:30 વાગ્યે બાંગ્લાદેશ એરફોર્સનું ટ્રેનર વિમાન માઈલસ્ટોન કોલેજની ઇમારત સાથે અથડાયું. આ દુર્ઘટનામાં 16 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત કુલ 19 જણા માર્યા ગયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ કોલેજ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ.

મળતા સમાચાર પ્રમાણે, બાંગ્લાદેશ એરફોર્સનું એક F7 ટ્રેનિંગ એરક્રાફ્ટ આજે બપોરે ઢાકામાં ક્રેશ થયું. આ દુર્ઘટના બાંગ્લાદેશના ઉત્તરા વિસ્તારમાં બની. આ ઘટનામાં હાલ એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. હાલમાં એરક્રાફ્ટ ક્રેશ થવાના કારણે તેમાં આગ લાગી છે, જેને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હઝરત શાહ જલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટના બની હોવાની વાત સ્વીકારી છે. જોકે, મોડેથી આ અંગે સમાચાર મળ્યા છે કે ઘટનામાં 19 જણા માર્યા ગયા છે અને 100થી વધુ ઘવાયા છે.

સૈન્ય વિમાન ક્રેશની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે અગ્નિશામક દળની ટીમ મોકલવામાં આવી છે. ઘટનાસ્થળે બાંગ્લાદેશ સેનાના સભ્યો અને અગ્નિશામક સેવા તથા નાગરિક સંરક્ષણની આઠ ગાડીઓ મોકલવામાં આવી છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઘટના અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું કે વિમાન ઉત્તરા 17 સ્થિત માઈલસ્ટોન કોલેજ કેમ્પસમાં બપોરે લગભગ 1:30 વાગ્યે ક્રેશ થયું. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિમાન સ્કૂલની ઇમારત સાથે અથડાયું, જેના પછી તેમાં આગ લાગી. દુર્ઘટના બાદ આસપાસના લોકો પણ ભાગી ગયા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

બાંગ્લાદેશ સૈન્ય અને એક અગ્નિશામક અધિકારીએ દુર્ઘટના વિશે વિગતવાર માહિતી આપી. ઘટનાના સમયે સ્કૂલ કેમ્પસમાં બાળકો હાજર હતા. અહીં વર્ગો ચાલી રહ્યા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની. બાંગ્લાદેશ સેનાના જનસંપર્ક કાર્યાલયે એક સંક્ષિપ્ત નિવેદનમાં જાહેર કર્યું કે ક્રેશ થયેલું વિમાન એફ-7 એરફોર્સનું હતું. અગાઉ ઘટના બાદ તરત જ અગ્નિશામક અધિકારી લીમા ખાને જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને ચાર અન્ય ઘાયલ થયા છે. જોકે, આ સંખ્યા વધી પણ શકે છે. પછીથી સાંજ પડતા ચોક્કસ સંખ્યા જાણવા મળી હતી જેમાં 19 માર્યા ગયા હતા.

આ પણ વાંચોઃ Jammu and Kashmir:પૂંછ જિલ્લાની સરકારી શાળા પર પથ્થર પડ્યો; 1નું મૃત્યું; 4 ઘાયલ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button