આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

IVF ક્લિનિકની ભૂલ મહિલાને ભારે પડી, અજાણી વ્યક્તિના બાળકની મા બની!

  • બ્રિસ્બેનના મોનાશ IVF ક્લિનિકમાં હ્મુમન એરરના કારણે આ ચોંકાવનારી ઘટના બની હતી. ક્લિનિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂલ ફેબ્રુઆરી 2024માં પ્રકાશમાં આવી

HD ન્યુઝ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયામાં ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા માતા બનેલી એક મહિલાએ એક અજાણી વ્યક્તિના બાળકને mother of a stranger’s child જન્મ આપી દીધો છે. મહિલા એ વાતથી અજાણ હતી. IVF ક્લિનિકની ભૂલ મહિલાને ભારે પડી છે. બ્રિસ્બેનના મોનાશ IVF ક્લિનિકમાં હ્મુમન એરરના કારણે આ ચોંકાવનારી ઘટના બની હતી. ક્લિનિકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભૂલ ફેબ્રુઆરી 2024માં પ્રકાશમાં આવી, જ્યારે સ્ટાફને ખબર પડી હતી કે સ્ટોરેજમાં એક દંપતીના જરૂરિયાત કરતાં વધુ ભ્રૂણ છે. તપાસમાં જાણવા મળ્યું કે એક દર્દીનો ગર્ભ ભૂલથી બીજી મહિલાને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગર્ભવતી થઈ અને તેણે બાળકને જન્મ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ દંપતી શ્વેત છે પણ જન્મેલું બાળક શ્યામ છે.

ક્લિનિકે પોતાની ભૂલ સ્વીકારી

મોનાશ IVF ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ક્લિનિકમાંનું એક છે. તેમણે સ્વીકાર્યું કે પ્રયોગશાળામાં કડક સલામતી પ્રોટોકોલ હોવા છતાં આ ઘટના બની છે. કંપનીના સીઈઓ માઈકલ ક્નેપે કહ્યું કે અમે આ ભૂલથી ખૂબ જ દુઃખી છીએ અને અસરગ્રસ્ત તમામ લોકોની માફી માંગીએ છીએ. અમે આ મુશ્કેલ સમયમાં દર્દીઓને શક્ય તમામ સહાય પૂરી પાડીશું. નિવેદન અનુસાર, પ્રારંભિક તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી કે આવી ભૂલો અન્ય કિસ્સાઓમાં પણ થઈ હોય. જોકે આ કેસ રાજ્ય નિયમનકારી સંસ્થાને સોંપી દેવામાં આવ્યો છે.

IVF ક્લિનિકની ભૂલ મહિલાને ભારે પડી, અજાણી વ્યક્તિના બાળકની મા બની! hum dekhenge news

700 થી વધુ દર્દીઓએ દાવો કર્યો

મોનાશ IVFની સ્થાપના 1971 માં થઈ હતી અને તેના ક્લિનિક્સ ઓસ્ટ્રેલિયાના ઘણા શહેરોમાં ઉપલબ્ધ છે. ગયા વર્ષે કંપનીએ 700થી વધુ દર્દીઓ દ્વારા દાખલ કરાયેલા ક્લાસ એક્શન કેસમાં 56 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરમાં સમાધાન કર્યું હતું. તે કિસ્સામાં દર્દીઓએ આરોપ લગાવ્યો હતો કે ક્લિનિકે સંભવિત ઉપયોગી ગર્ભનો નાશ કર્યો હતો, જોકે કંપનીએ કોઈપણ ખોટા કાર્યોની જવાબદારી લીધી ન હતી.

ઉલ્લેખનીય છે કે વિશ્વના અન્ય ભાગોમાં પણ ગર્ભ અદલાબદલીના બનાવો નોંધાયા છે. આવા દુર્લભ કિસ્સાઓ પહેલા પણ અમેરિકા, યુકે, ઇઝરાયલ અને યુરોપમાં નોંધાયા છે. ફેબ્રુઆરી 2024માં, અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની એક મહિલા ક્રિસ્ટીનાએ એક ફર્ટિલિટી ક્લિનિક સામે દાવો દાખલ કર્યો, તેણે જે બાળકને જન્મ આપ્યો હતો તે તેનું જૈવિક બાળક ન હતું. મહિલા અને તેના શુક્રાણુ દાતા બંને ગોરા હતા, જ્યારે બાળક કાળું હતું, જેના કારણે ભૂલનો ખુલાસો થયો હતો. બાદમાં મહિલાને કહેવામાં આવ્યું કે તે આ કેસમાં કાયદેસર રીતે બાળકનો કબજો જીતી શકશે નહીં, તેથી તેણે બાળકને તેના જૈવિક માતાપિતાને સોંપી દીધું હતું.

દરેક રાજ્યમાં છે અલગ અલગ નિયમો

ઓસ્ટ્રેલિયામાં IVF સંબંધિત નિયમો દરેક રાજ્યમાં અલગ અલગ છે. નિષ્ણાતો માને છે કે આના કારણે આવી ભૂલોની શક્યતા વધી જાય છે. આ વર્ષે 2024માં ક્વીન્સલેન્ડે પ્રથમ વખત IVFના નિયમોને કાયદાકીય રૂપ આપ્યું. આ કાયદામાં રાષ્ટ્રીય રજિસ્ટ્રીની સ્થાપના અને ડોનરની મેડિકલ હિસ્ટ્રિને નાબૂદ કરવી ગેરકાયદે ઠહેરાવાયું હતું.

આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે સની દેઓલે ફવાદ ખાનનો સપોર્ટ કર્યો, પાકિસ્તાની અભિનેતાના કમબેક વિશે શું કહ્યું?

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button