ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાનાનું નિધન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પનું 73 વર્ષની વયે નિધન થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્કમાં નિધન થયું છે. ઇવાના ટ્રમ્પે 1977માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1992માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ પત્નીના મૃત્યુ વિશે માહિતી આપતા લખ્યું ઇવાના ટ્રમ્પ એક અદ્ભુત અને સુંદર મહિલા હતી જેણે એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે. હાલમાં, ઇવાનાના મૃત્યુથી તેનો પરિવાર ખૂબ જ શોકમાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઈવાનાનું નિધન

ઇવાના ટ્રમ્પના ત્રણ બાળકો ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિકને તેના પર ખૂબ ગર્વ છે. ઇવાના ટ્રમ્પ એક મોડેલ હતી જેણે 1977 માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાના ટ્રમ્પ 80ના દાયકા દરમિયાન ન્યુ યોર્ક સિટીના સૌથી હાઇ-પ્રોફાઇલ યુગલોમાંના એક હતા. 90ના દાયકાની શરૂઆતમાં તેમણે છૂટાછેડા લીધા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે 2005માં મેલાનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા

ઈવાનાથી છુટાછેડા લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે 1993માં અભિનેત્રી માર્લા મેપલ્સ સાથે લગ્ન કર્યા હતા. ટ્રમ્પનું લગ્નજીવન લાંબું ટકી શક્યું નહીં અને 1999માં તેણે માર્લા મેપલ્સ સાથે છૂટાછેડા લીધા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે 2005માં મેલાનિયા ટ્રમ્પ સાથે લગ્ન કર્યા.

Back to top button