ISRO ને મોટો ઝટકો લાગ્યો, ઉપગ્રહ EOS-09 નું લોન્ચિંગ કેમ થયું નિષ્ફળ?

શ્રી હરિકોટા: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ તેનું 101મું મિશન EOS-09 આજે સવારે 5:59 કલાકે લોન્ચ કર્યું કર્યુ હતુ પરંતુ ઇસરો ઉપગ્રહ EOS-09 લોન્ચ કરવામાં સફળ રહ્યું નથી. એવું કહેવાય છે કે લોન્ચના ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે આ મિશન નિષ્ફળ ગયુ છે.
ઈસરોના વડા વી. નારાયણને જણાવ્યું હતું કે ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામીને કારણે આ મિશન પૂર્ણ થઈ શક્યું નથી. સંપૂર્ણ વિશ્લેષણ પછી આપણે વિગતવાર બાબતો કહી શકીશું. મળતી માહિતી મુજબ EOS-09 ને આજે સવારે 5:59 વાગ્યે ISRO ના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV-C61 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
#WATCH | Sriharikota, Andhra Pradesh | On the launch of PSLV-C61, ISRO Chief V Narayanan says, “…During the functioning of the third stage, we are seeing an observation and the mission could not be accomplished. After analysis, we shall come back…”
(Source: ISRO YouTube) pic.twitter.com/XvPpo7dfbn
— ANI (@ANI) May 18, 2025
તેમણે કહ્યું કે ઉપગ્રહ પ્રક્ષેપણનો પ્રથમ અને બીજો તબક્કો સામાન્ય હતો પરંતુ ત્રીજો તબક્કો પૂર્ણ થઈ શક્યો નહીં. કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે આ બન્યું છે. હવે આપણે આ ડેટાનું વિશ્લેષણ કરીશું અને પછી મિશન પર પાછા ફરીશું.
વાસ્તવમાં, આ મિશન હેઠળ, EOS-09 (Earth Observation Sattellite-09)ને પૃથ્વીના સૂર્ય સિંક્રનસ ભ્રમણકક્ષા (SSPO) માં મૂકવાનું હતું. તેનો ઉદ્દેશ્ય રિમોટ સેન્સિંગ ડેટા પૂરો પાડવાનો હતો જેથી વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોને સચોટ અને નિયમિત ડેટા મળી શકે.
આ પણ વાંચો: ગુજરાતની વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે, ગાંધીનગરમાં યોજાયું મહિલા સંમેલન












