પંજાબે રાજસ્થાનને આપ્યો 220 રનનો ટાર્ગેટ, નેહલ વઢેરાના 70 રન
જયપુર, તા. 18 મે, 2025: આઈપીએલ 2025નો 59મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 219 રન બનાવ્યા હતા. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબની શરૂઆત સારી રહી નહોતી અને તેણે 34 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, નેહાલ વઢેરાએ પહેલા ઇનિંગ્સને સંભાળી અને 25 બોલમાં અડધી સદી ફટકારી. તેના આઉટ થયા બાદ શશાંક સિંહે તોફાની બેટિંગ કરી જેનાથી પંજાબનો સ્કોર 200ને પાર પહોંચ્યો હતો.
વઢેરા 37 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 70 રન બનાવીને આઉટ થયા. જો કે, અંતિમ ઓવરોમાં શશાંકે અઝમતુલ્લાહ ઓમરઝાઈ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે 24 બોલમાં 60 રન જોડ્યા અને પંજાબને સારી સ્થિતિમાં પહોંચાડ્યું. પંજાબ માટે શશાંક 30 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 59 રન અને ઓમરઝાઈ નવ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 25 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 30 રન, પ્રભસિમરન સિંહે 10 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 અને પ્રિયાંશ આર્યાએ નવ રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી તુષાર દેશપાંડેએ બે વિકેટ લીધી, જ્યારે ક્વેના મફાકા, રિયાન પરાગ અને આકાશ મધવાલને એક-એક વિકેટ મળી હતી.
A well planned dismissal ☝️
Smart captaincy and bowling from #RR to pick a crucial wicket 👏
Updates ▶ https://t.co/HTpvGewE3N #TATAIPL | #RRvPBKS | @rajasthanroyals pic.twitter.com/uYixPCmuVs
— IndianPremierLeague (@IPL) May 18, 2025
બંને ટીમની પ્લેઈંગ 11
રાજસ્થાન રોયલ્સઃ યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, વાનિંદુ હસરંગા, ક્વેના મફાકા, તુષાર દેશપાંડે, આકાશ મધવાલ, ફઝલહક ફારૂકી.
પંજાબ કિંગ્સઃ પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ , શ્રેયસ અય્યર, શશાંક સિંહ, નેહાલ વઢેરા, મિચેલ ઓવન, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાનસેન, જેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
આ પણ વાંચોઃ કેએલ રાહુલ પાસે ઇતિહાસ રચવાની તક, વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ તોડશે












