પાકિસ્તાનના ડ્રોન હુમલા વચ્ચે ધર્મશાલામાં બ્લેકઆઉટ, પંજાબ-દિલ્હી મેચ રોકવામાં આવી

ધર્મશાલા, તા. 8 મે, 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી આઈપીએલની પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. ગ્રાઉન્ડની ફ્લડલાઇટ્સ 9:29 મિનિટે બંધ કરવામાં આવી હતી. આ પછી, ખેલાડીઓ અને દર્શકો મેદાન છોડીને જતા જોવા મળ્યા હતા.
Spectators are seen evacuating the HPCA stadium after the Punjab Kings vs Delhi Capitals in Dharamsala.
📹: @Anishpathiyil#IPL2025 | #PBKSvsDC pic.twitter.com/ltRmNVWrPc
— Sportstar (@sportstarweb) May 8, 2025
રમત બંધ થઈ ત્યાં સુધીમાં, પંજાબે 10.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 122 રન બનાવી લીધા હતા. પ્રભસિમરન સિંહ અને શ્રેયસ ઐયર અણનમ પાછા ફર્યા હતા. પ્રિયાંશ આર્ય 70 રન બનાવીને આઉટ થયો હતો. ટી નટરાજનની બોલિંગમાં માધવ તિવારીના હાથે તેનો કેચ આઉટ થયો હતો. આ પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ટીમે પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી કેપિટલ્સે કરુણ નાયર અને વિપરાજ નિગમને બહાર કર્યા હતા અને તેના સ્થાને સમીર રિઝવી અને માધવ તિવારીને તક આપવામાં આવી હતી.
The match between Punjab Kings and Delhi Capitals has been called off in Dharamsala. pic.twitter.com/bwuOytdniw
— ESPNcricinfo (@ESPNcricinfo) May 8, 2025
પંજાબ કિંગ્સની પ્લેઈંગ 11: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ, નેહલ વાઢેરા, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો જાનસેન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ 11: અક્ષર પટેલ (કેપ્ટન), ફાફ ડુ પ્લેસિસ, કેએલ રાહુલ, અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, માધવ તિવારી, મિશેલ સ્ટાર્ક, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ અને થંગારાસુ નટરાજન












