ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Inverter AC vs Convertible AC: જાણો કયું એસી તમારા ઘર માટે છે બેસ્ટ અને કેવી રીતે બચશે વીજળી

Inverter AC vs Convertible AC: ગરમીની સિઝન શરૂ થતા જ ઘરોમાં એસી (AC) ની જરૂરિયાત વધી જાય છે. જોકે, નવું એસી ખરીદતી વખતે મોટાભાગના લોકો મુંઝવણમાં હોય છે કે ‘ઇન્વર્ટર એસી’ (Inverter AC) લેવું કે ‘કન્વર્ટિબલ એસી’ (Convertible AC). આ બંને ટેકનોલોજી વીજળી બચાવવા માટે જ બનાવવામાં આવી છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અલગ-અલગ છે.

શું છે ઇન્વર્ટર એસી?

ઇન્વર્ટર એસી રૂમના તાપમાન મુજબ પોતાની કુલિંગ પાવરને જાતે જ એડજસ્ટ કરે છે. આમાં કોમ્પ્રેસર વારંવાર ચાલુ-બંધ થવાને બદલે તેની સ્પીડમાં ફેરફાર કરે છે. જ્યારે રૂમ ઠંડો થઈ જાય, ત્યારે તે ઓછી પાવર પર ચાલવા લાગે છે. આનાથી તાપમાન સ્થિર રહે છે, અવાજ ઓછો થાય છે અને વીજળીની મોટી બચત થાય છે. બેડરૂમ માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

કન્વર્ટિબલ એસી કેવી રીતે કામ કરે છે?

કન્વર્ટિબલ એસીમાં યુઝર પાસે કુલિંગ કેપેસિટી (ટન) બદલવાનો વિકલ્પ હોય છે. જો રૂમમાં વધારે લોકો હોય કે ગરમી વધુ હોય, તો તમે તેને ફૂલ પાવર મોડ પર ચલાવી શકો છો. જો રૂમમાં ઓછા લોકો હોય, તો તેની કેપેસિટી ઘટાડીને વીજળી બચાવી શકાય છે. આ એસીમાં યુઝરના હાથમાં કંટ્રોલ રહે છે.

કયું એસી ખરીદવું ફાયદાકારક?

  • વીજળીની બચત: જો તમે ઓટોમેટિક રીતે વીજળી બચાવવા માંગતા હોવ, તો ઇન્વર્ટર એસી શ્રેષ્ઠ છે.
  • જરૂરિયાત મુજબ ઉપયોગ: જો ડ્રોઈંગ રૂમ કે હોલ જેવી જગ્યા હોય જ્યાં લોકોની સંખ્યામાં વધ-ઘટ થતી રહેતી હોય, તો કન્વર્ટિબલ એસી વધુ ઉપયોગી સાબિત થાય છે.

ટૂંકમાં, શાંત અને ઓટોમેટિક કુલિંગ માટે ઇન્વર્ટર એસી અને પોતાની જરૂરિયાત મુજબ કુલિંગ કંટ્રોલ કરવા માટે કન્વર્ટિબલ એસીની પસંદગી કરવી જોઈએ.

આ પણ વાંચોઃ ચહેરા પર આવશે કુદરતી નિખાર, ઘરે આ રીતથી બનાવો ગુલાબજળ

આ પણ વાંચોઃ Masoor Dal Vada: સાંજના નાસ્તામાં બનાવો ગરમાગરમ અને ક્રિસ્પી મસૂર દાળના વડા, નોંધી લો સરળ રેસીપી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button