પાકિસ્તાન વિરુદ્ધ એર સ્ટ્રાઈકથી ઓવૈસી પણ ખુશ થયા, કહ્યું- ફરી ક્યારેય બીજુ પહલગામ નહીં થાય

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સૌથી મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ જોઈન્ટ ઓપરેશન કરતા મંગળવાર મોડી રાતે 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી છે. આ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતીય શૂરવીરોએ પાકિસ્તાનના 4 અને પીઓકેના 5 ઠેકાણાને ટાર્ગેટ કર્યો છે. આ સ્ટ્રાઈક કરતા પહેલા ભારતીય ગુપ્તચર એજન્સી રોએ તમામ ટાર્ગેટની ઓળખ કરી હતી, જે બાદ પ્લાનિંગ સાથે લશ્કર અને જૈશના ઠેકાણાને ખતમ કરી નાખ્યા.
ભારતીય સેનાની એક્શન પર દેશભરમાં જશ્નનો માહોલ છે. કેમ કે પહલગામ આતંકી હુમલા બાદથી સતત પાકિસ્તાન સાથે બદલો લેવાની માગ થઈ રહી છે. ત્યારે AIMIM ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સેનાના ઓપરેશન પર ખુશી વ્યક્ત કરતા એક્સ પર લખ્યું કે, હું આપણી રક્ષા સેનાઓ દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર કરવામાં આવેલા લક્ષિત હુમલાનું સ્વાગત કરુ છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને એવી કડક શીખ આપવી જોઈએ કે ફરી ક્યારે બીજુ પહલગામ ન થાય. પાકિસ્તાનના આતંકી ઢાંચાને એકદમ ખતમ કરી નાખવા જોઈએ. જય હિન્દ.
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે. ઓપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે કહ્યું છે કે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદના તમામ સ્ત્રોતોનો નાશ કરવાની ભારતની પ્રતિબદ્ધતા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતમાં રહેલી છે.
આ પણ વાંચો: અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી: ભારતની સ્ટ્રાઈકનો જવાબ આપવાનું વિચારતા પણ નહીં












