ભારતની ઉદાર એફડીઆઇ નીતિ રોકાણકારોને તક પ્રદાન કરે છે

નવી દિલ્હી, 5 એપ્રિલ, 2025: ભારતની ઉદાર સીધા વિદેશી રોકાણ એટલે કે એફડીઆઇ (FDI) નીતિ એવા વૈશ્વિક રોકાણકારો માટે રોકાણની તકનું સર્જન કરે છે જેઓ તેની વિશાળ અને વિસ્તરિત અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા માગે છે. ડેલોયના રિપોર્ટ અનુસાર ફાર્માસ્યુટિકલ્સ, વાહન અને પ્રવાસન જેવા ક્ષેત્રો જ એફડીઆઇ માટે આકર્ષણનું કેન્દ્ર છે તેવુ નથી, પરંતુ રોજગાર, નિકાસ અને ઇનોવેશનનું એન્જિન પણ છે. જે ભારતની વૃદ્ધિની હવે પછીની લહેરને ગતિ આપી રહ્યા છે.
ડેલોયના અનુસાર ભારતના ઇન્સ્યોરન્સ, ઇન્સ્યોરન્સ ઇન્ટરમીડિયેટરી, હોસ્પિટલ તથા સારવાર ઉપકરણ જેવા અગ્રિમ ક્ષેત્રો સહિત મોટા ભાગના ક્ષેત્રોમાં ઓટમેટિક એપ્રુવલ માર્ગ હેઠળ 100 ટકા સીધુ વિદેશી રોકાણની મંજૂરી આપીને મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. આ પગલું સ્થિરતાનો સંકેત આપે છે, જે વૈશ્વિક રોકાણકારોને ભારતન વિશાળ અને આગળ ધપી રહેલા અર્થતંત્રમાં પ્રવેશવા માટે વધુ સારી તક પ્રદાન કરે છે.
70 અબજ ડોલરના રાષ્ટ્રીય મુદ્દીકરણ પાઇપલાઇન અને 100થી વધુ શહેરોમાં ઔદ્યોગિક કોરિડોરના વિકાસના સમર્થનમાં ભારત વૈશ્વિક રોકાણકારોને રોકાણ કરવા માટે તૈયાર ક્ષેત્ર પ્રદાન કરી રહ્યુ છે. પ્રવાસન (GDPમાં 199.6 અબજ ડોલરથી વધુનું યોગદાન આપતું) અને આતિથ્ય જેવા ક્ષેત્રો હવે હોટલ અને મનોરંજન સુવિધાઓના નિર્માણમાં 100 ટકા FDI ને મંજૂરી આપે છે. આનાથી ભારતની છબી એક પારદર્શક અને સ્થિર રોકાણ સ્થળ તરીકે વધુ મજબૂત બને છે.
શહેરી વિકાસમાં અભૂતપૂર્વ તકોનું સર્જન થઈ રહ્યું છે
રિપોર્ટ અનુસાર, માળખાગત સુવિધામાં વધારો અને FDI ઉદારીકરણ લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ અને શહેરી વિકાસમાં અભૂતપૂર્વ તકો ઊભી કરી રહ્યું છે. એકંદરે, પાછલા નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન દેશમાં FDI 27 ટકા વધીને 40.67 અબજ ડોલર બિલિયન થયું. 2023-24ના સમાન સમયગાળામાં તે 32 અબજ ડોલર હતું. વધુમાં, ભારત ઘણા દેશો સાથે વેપાર કરારો દ્વારા વૈશ્વિક વાણિજ્યમાં તેની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યું છે.
આ પણ વાંચોઃ સત્તાવાર રેકોર્ડમાંથી 3300થી વધુ કંપનીઓને દૂર કરાશે, એક વર્ષમાં પણ કારોબાર શરૂ નથી કર્યો












