ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એન્ડ્રોઇડ અને ગૂગલ પ્લેથી ભારતને ચાર લાખ કરોડની કમાણી

નવી દિલ્હી, 24 જુલાઇ, 2025: ગૂગલ પ્લે અને એન્ડ્રોઇડ સિસ્ટમે 2024માં ભારતીય એપ ડેવલપર્સ અને અર્થવ્યવસ્થાને ચાર લાખ કરોડ રૂપિયાની કમાણી કરાવી આપી છે. આ ખુલાસો પબ્લિક ફર્સ્ટ નામની સંશોધન કંપનીના રિપોર્ટમાં થયો છે. તેનો મતલબ એ ભારતમાં લોકો એન્ડ્રોઇડ મોબાઇલ પર એપ બનાવીને, તેનો ઉપયોગ કરીને મોટી કમાણી કરી રહ્યા છે.

ભારતમાં ગૂગલ પ્લે અને એન્ડ્રોઇડની અસર તેમજ યોગદાનનું મૂલ્યાંકન કરનાર આ રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતની ડિજીટલ અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી મોટી છે. તેનો વૃદ્ધિ દર અન્ય અર્થતંત્રોમાં પણ સૌથી ઝડપી છે. સ્માર્ટફોનનો ઝડપથી વધતો ઉપયોગ, સસ્તો ડેટા અને ડેવલપર સ્ટાર્ટઅપ્સની વધતી સંખ્યા તેનો આધાર છે. આનાથી સામાન્ય લોકોનું જીવન બદલાઈ ગયું છે. રિપોર્ટ અનુસાર, ડિજિટલ ક્રાંતિએ લાખો ભારતીયોની કમાણી, શીખવા અને કનેક્ટ થવાની રીત બદલી નાખી છે.35 લાખથી વધુ લોકો માટે નોકરીઓ

રિપોર્ટ મુજબ, ગૂગલ પ્લે અને એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 35 લાખથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. એન્ડ્રોઇડ વિશ્વની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તે સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ કમ્પ્યુટર સહિત ઘણી કંપનીઓના સ્માર્ટ ઉપકરણો પર ચાલે છે. ગૂગલ પ્લે તેની સત્તાવાર એપ સ્ટોર અને ડિજિટલ વિતરણ સેવા છે.

આ પણ વાંચોઃ વિલફુલ ડિફોલ્ટરોની સંખ્યા 1600થી વધુ, બેન્કોના આશરે રૂ. 1.62 લાખ કરોડ દબાવ્યા

Back to top button