ઝિમ્બાબ્વે બન્યું ટીમ ઈન્ડિયાના T20I ડેબ્યૂનું લકી મેદાન, 22 ખેલાડીઓએ કરી શરૂઆત
India vs Zimbabwe: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 23 જુલાઈથી T20I શ્રેણીનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ માત્ર એક સામાન્ય વિદેશી દોરો નથી, પરંતુ છેલ્લા દોઢ દાયકામાં આ એક એવું મંચ બની ગયું છે જ્યાંથી અનેક યુવા ખેલાડીઓએ પ્રથમવાર ‘ટીમ ઈન્ડિયા’ની બ્લુ જર્સી પહેરીને પોતાના આંતરરાષ્ટ્રીય T20I કરિયરની શરૂઆત કરી છે.
સૌથી વધુ T20I ડેબ્યૂ કરાવવામાં ઝિમ્બાબ્વે બીજા ક્રમે
આ જ કારણ છે કે ભારત માટે T20I ક્રિકેટમાં સૌથી વધુ ખેલાડીઓને ડેબ્યૂ કરાવનારા દેશોની યાદીમાં ઝિમ્બાબ્વે બીજા સ્થાને આવે છે. અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વેની ધરતી પર કુલ 22 ભારતીય ખેલાડીઓ પોતાનું T20I ડેબ્યૂ કરી ચૂક્યા છે. સ્વદેશ (ભારત) પછી કોઈ પણ એક દેશમાં ભારતીય ખેલાડીઓના ડેબ્યૂની આ બીજા નંબરની સૌથી મોટી સંખ્યા છે. ભારતમાં સૌથી વધુ: ભારતની પોતાની ધરતી પર અત્યાર સુધીમાં સૌથી વધુ 31 ખેલાડીઓએ T20I ક્રિકેટમાં પદાર્પણ (ડેબ્યૂ) કર્યું છે.
ઝિમ્બાબ્વેમાં 20 થી વધુ ભારતીયોએ T20I ડેબ્યૂ કર્યું છે
ઝિમ્બાબ્વેમાં ટી-20માં ડેબ્યૂ કરનાર ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી (2010), રવિચંદ્રન અશ્વિન (2010), નમન ઓઝા (2010), અમિત મિશ્રા (2010), સ્ટુઅર્ટ બિન્ની (2015), કેદાર જાધવ (2015), મનીષ પાંડે (2015), સંદીપ પટેલ (2015), સંદીપ પટેલ (2015), (2015), સંજુ સેમસન (2015), યુઝવેન્દ્ર ચહલ (2016), ઋષિ ધવન (2016), મનદીપ સિંહ (2016), કેએલ રાહુલ (2016), જયદેવ ઉનડકટ (2016), ધવલ કુલકર્ણી (2016), બરિન્દર શ્રાન (2016), ધ્રુવ સુધરેલ (2016), ધ્રુવ (2016), ધ્રુવ (2016), કે.એલ. (2024), તુષાર દેશપાંડે (2024), અને અભિષેક શર્મા. (2024)નો સમાવેશ થાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 23 જુલાઈથી શરૂ થઈ રહેલી ત્રણ મેચોની T20I શ્રેણી એકવાર ફરી નવી યુવા પ્રતિભાઓ માટે મોટી કસોટી માનવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના પડકારજનક પ્રવાસ બાદ ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વેના હરારે પહોંચી ચૂકી છે. જોકે, આ વખતે મુકાબલો માત્ર હાર કે જીત પૂરતો સીમિત નથી, પરંતુ ભવિષ્યની ભારતીય ટીમ તૈયાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
હેડ-ટુ-હેડ (Head to Head) માં ભારતનો દબદબો
આશરે બે વર્ષ અગાઉ જ્યારે ભારતે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો, ત્યારે ટીમ T20 વર્લ્ડ કપ જીતીને ત્યાં પહોંચી હતી. તેમ છતાં, યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમે પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ ભારતે જબરદસ્ત વાપસી કરીને સતત ચાર મેચો જીતી શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.
હવે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20I શ્રેણીમાં કડવો અનુભવ મેળવ્યા બાદ, ટીમ મેનેજમેન્ટ મજબૂત પ્લેઇંગ-૧૧ સાથે સાથે પોતાની બેંચ સ્ટ્રેન્થ (બદલી ખેલાડીઓ) ની ક્ષમતા પણ ચકાસવા માગશે.
ઝિમ્બાબ્વે સામે ભારતનો T20I રેકોર્ડ ઉત્તમ છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 14 મેચોમાંથી ભારતે 11 મેચ જીતી છે, જ્યારે ઝિમ્બાબ્વેએ ફક્ત ત્રણ જ જીત મેળવી છે.
આ પણ વાંચો :‘બિગ બોસ 20’ આવશે નવા અંદાજમાં, સલમાન ખાન ફરી કરશે હોસ્ટિંગ
આ પણ વાંચો :ઈરાન સામે ટ્રમ્પનું આક્રમક નિવેદન, દરેક હુમલાનો કડક જવાબ આપવાની ધમકી












