એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને ITનું તેડું, સંપત્તિનો માંગ્યો હિસાબ

મહારાષ્ટ્રઃ 10 જુલાઈ, 2025: IT Notice to Shrikant Shinde and Shirsat: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાને ITનું તેડું મોકલવામાં આવ્યું છે. શિંદે જૂથના નેતા અને સરકારના મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ ફટકારી છે. માત્ર શિરસાટ જ નહીં પરંતુ એકનાથ શિંદેના દીકરા અને સાંસદ શ્રીકાંત શિંદેને પણ
નોટિસનો જવાબ આપીશ
સંજય શિરસાટને તેમની સંપત્તિમાં થયેલા વધારાના કારણે નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે. આ મામલે શિરસાટે મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને અન્ય એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે અને તેમાં કાંઈ ખોટું નથી. વર્ષ 2019 થી 2024 દરમિયાન મારી સંપત્તિમાં થયેલા વધારાને લઈને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી છે. હું આ નોટિસનો જવાબ આપીશ.’
અમે કાંઈ ખોટું નથી કર્યું
આ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમુક લોકોએ મારા વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મને નોટિસ ફટકારવામાં આવી છે. ઈન્કમટેક્સે 9 તારીખ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું, પરંતુ અમે વધુ સમય માંગ્યો છે. અમે કાંઈ ખોટું નથી કર્યું. તે ફક્ત એ જાણવા માગે છે કે, સંપત્તિ કઈ રીતે વધી. અમે કાયદાકીય રીતે આનો જવાબ આપીશું.’
શું રાજકીય દબાણ હેઠળ કરાઈ કાર્યવાહી?
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ એ રાજકીય દબાણ છે કે નહીં તેના પર શિરસાટે જણાવ્યું હતું કે, ‘મારા પર કોઈનું દબાણ નથી. હું એવું નથી કહી રહ્યો કે શિવસેનાને દબાવવાની કોશિશ થઈ રહી છે. એજન્સીઓ ફક્ત તેમનું કામ કરી રહી છે. અમે 2024ના ચૂંટણી સોગંદનામામાં મારી બધી માહિતી આપી હતી. તેમ છતાં, જો વિભાગને વધુ સ્પષ્ટતાની જરૂર હોય, તો અમે સંપૂર્ણ સહયોગ કરીશું. શ્રીકાંત શિંદેને પણ નોટિસ મળી છે. દરેકને નોટિસ મળે છે અને તેનો કોઈ રાજકીય અર્થ કાઢવો જોઈએ નહીં.’
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં સતત વરસાદથી ખેડૂતોમાં લીલા દુષ્કાળની ભીતિ, કપાસના પાકને સૌથી વધુ નુકસાનનો ખતરો
આ પણ વાંચોઃ ઉદયપુર ફાઈલ્સ ફિલ્મ અદાલતી ચક્કરમાં: એક કોર્ટની “હા”, બીજી કોર્ટનું “રુકજાવ”












