કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગરમાં સતત વરસાદથી ખેડૂતોમાં લીલા દુષ્કાળની ભીતિ, કપાસના પાકને સૌથી વધુ નુકસાનનો ખતરો

સુરેન્દ્રનગર 10 જુલાઈ 2025: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી સતત પડી રહેલા વરસાદે ખેડૂતોમાં લીલા દુષ્કાળની ભીતિ પેદા કરી છે. જિલ્લામાં 3 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કરવામાં આવેલું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે, જેમાં ખાસ કરીને કપાસના પાકને સૌથી વધુ નુકસાન થવાનો ખતરો છે.

ખેડૂતોએ જિલ્લામાં કપાસ, એરંડા, અડદ અને મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં 70 ટકાથી વધુ વિસ્તારમાં કપાસનું આગોતરું વાવેતર થઈ ચૂક્યું હતું. જોકે, વરસાદે વિરામ ન લેતાં ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે, અને કેટલાક ખેતરો તો બેટમાં ફેરવાઈ ગયા છે. આ સ્થિતિના કારણે પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો આગામી દિવઓમાં પણ વરસાદ યથાવત રહેશે, તો સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ નુકસાનથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે. વહીવટી તંત્રે હજુ સુધી નુકસાનનું સત્તાવાર મૂલ્યાંકન શરૂ કર્યું નથી, પરંતુ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાય અને વળતરની માંગણી કરી રહ્યા છે.

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં નળ સે જળ યોજનાનું પાણી ન પહોંચવા મુદ્દે, ભાજપ ધારાસભ્યનો અધિકારીઓ અને કોન્ટ્રાકટર પર આક્ષેપ

Back to top button