ઓપરેશન POKગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

રેલવે દ્વારા મહત્ત્વનો નિર્ણય: અનેક એરપોર્ટ બંધ હોવાથી વિશેષ ટ્રેન શરુ કરાઈ

નવી દિલ્હી, 10 મે 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં હવાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આનો સામનો કરવા માટે, ભારતીય રેલવે (INDIAN RAILWAYS) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલ્વેએ દિલ્હીથી જમ્મુ અને ઉધમપુર વચ્ચે નવી વિશેષ ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી છે. આ પગલું વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા અને મુસાફરોને સુવિધા પૂરી પાડવા માટે લેવામાં આવ્યું છે.

ભારત-પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિમાં દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમયે દેશની લાઈફ લાઇન રેલવેની ભૂમિકા અત્યંત મહત્વની થઈ જાય છે. હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં હવાઈ સેવાઓ બંધ છે. આને ધ્યાનમાં રાખીને, રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલવે વિભાગ દ્વારા જમ્મુ અને ઉધમપુરથી દિલ્હી માટે વિશેષ ટ્રેનો (SPECIAL TRAINS) દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બં ટ્રેનોના રૂટને ટુંકાવી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભારતીય રેલવે દ્વારા સમય, સંજોગ અને પરિસ્થિતીને ધ્યાને રાખીને આ મહત્વનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જમ્મુ અને ચંદીગઢ એરપોર્ટ બંધ હોવાથી પ્રભાવિત થયેલા યાત્રીઓ માટે વિશેષ ટ્રેન શરૂ કરાઈ છે. જેમાં 9 મે ના રોજ જમ્મુ તથા ઉધમપુરથી 5 વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે.

જમ્મુથી 04612 ટ્રેન સવારે 10:45 વાગ્યે શરૂ કરાઈ – જેમાં 12 અન આરક્ષિત અને 12 આરક્ષિત શ્રેણીના કોચ લગાવાયા. 20 કોચવાળી વંદે ભારત ટ્રેન સવારે 12:45 વાગ્યે ઉધમપુરથી રવાના કરાઈ, જે જમ્મુ અને પઠાણકોટ થઈને દિલ્લી રવાના થઈ. 22 એલએચબી કોચવાળી વિશેષ ટ્રેન સાંજે 7 વાગ્યે જમ્મુ સ્ટેશનથી રવાના થઈ. અન્ય એક વંદે ભારત બપોરે 3:30 વાગ્યે જમ્મુથી રવાના થઈ જો સાંજે દિલ્લી પહોંચશે. ગુવાહાટી માટે 19 અન આરક્ષિત અને 3 આરક્ષિત કોચ સહિત જમ્મુ સ્ટેશનથી આજે રાત્રે 23:54 વાગ્યે યુપી અને બિહાર થઈને ગુવાહાટી જશે.

જમ્મુથી દિલ્હી માટે સવારે ૧૦.૪૫ વાગ્યે એક ખાસ ટ્રેન ૦૪૬૧૨ રવાના થવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પઠાણકોટમાં રોકાશે. ઉધમપુરથી જમ્મુ અને પઠાણકોટ કેન્ટ થઈને બીજી એક ખાસ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઉધમપુર રેલ્વે સ્ટેશનથી બપોરે ૧૨.૪૫ વાગ્યે અને જમ્મુથી બપોરે ૧.૪૫ વાગ્યે ઉપડશે. આ ઉપરાંત, 20 કોચવાળી વંદે ભારત રેકની એક ખાસ ટ્રેન પણ ઉધમપુરથી બપોરે 12.45 વાગ્યે દોડાવવામાં આવશે. આ ટ્રેન જમ્મુ અને પઠાણકોટ થઈને દોડશે. આ ઉપરાંત, બીજી 22 કોચવાળી સંપૂર્ણપણે રિઝર્વ્ડ LHB સ્પેશિયલ ટ્રેન શુક્રવારે સાંજે લગભગ 7:00 વાગ્યે (7:00 કલાકે) જમ્મુથી ઉપડશે.

આ પણ વાંચો…પંજાબના અનેક વિસ્તારમાં ધડાકા, પંજાબના લોકો માટે એડવાઇઝરી જાહેર

Back to top button