ટ્રેન્ડિંગનેશનલ

પોતે છૂટાછેડા લીધેલા છતાં કન્યા જોઈએ છે ‘વર્જિન’! IIT ના વિદ્યાર્થીની વિચિત્ર શરતો જોઈ મેચમેકરે કાઢી મૂક્યો

IITian Wedding Demands: લગ્ન માટેની અપેક્ષાઓ હોવી સામાન્ય છે, પરંતુ ક્યારેક આ શરતો સામાજિક અસમાનતા અને બેવડા ધોરણોનો પુરાવો બની જાય છે. ડેટિંગ કોચ અને મેચમેકર ઓએન્ડ્રિલા કપૂરે તાજેતરમાં એક એવો અનુભવ શેર કર્યો છે જેણે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. એક 37 વર્ષીય આઈઆઈટીિયન (IITian), જે પોતે છૂટાછેડા લીધેલ છે, તેણે લગ્ન માટે એવી શરતો મૂકી કે મેચમેકરે તેને મદદ કરવાનો જ ઇનકાર કરી દીધો.

શું હતી આ વિચિત્ર માંગણીઓ?

આ વ્યક્તિ એક સફળ કંપનીનો ડાયરેક્ટર છે અને બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. પોતે તલાકશુદા હોવા છતાં, તેની શરત હતી કે છોકરી 30 વર્ષથી ઓછી ઉંમરની હોવી જોઈએ, ક્યારેય લગ્ન કરેલા ન હોવા જોઈએ અને તેનો કોઈ ‘પાસ્ટ’ ન હોવો જોઈએ અને તે વર્જિન હોવી જોઈએ અને તે પણ બ્રાહ્મણ જ્ઞાતિની હોવી જોઈએ.

‘હું પુરુષ છું એટલે મારો પાસ્ટ ચાલશે’

જ્યારે મેચમેકરે સવાલ કર્યો, કે તમારા પોતાના પાસ્ટ (તલાક) વિશે શું? ત્યારે આ વ્યક્તિએ સપાટ શબ્દોમાં જવાબ આપ્યો, “કારણ કે હું પુરુષ છું.” તેણે દાવો કર્યો કે સ્ત્રીઓની વફાદારી પાછળ કેટલીક ‘રિસર્ચ’ છે, જોકે તે પુરાવા આપી શક્યો નહીં. મેચમેકરે તેને પૂછ્યું કે, “શું તમે માનો છો કે કોઈ કન્યાનો પરિવાર 37 વર્ષના તલાકશુદા પુરુષને પોતાની પુત્રી આપશે?” આ સવાલ પર તેની પાસે કોઈ જવાબ નહોતો.

સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધ

ઓએન્ડ્રિલાની આ પોસ્ટ વાયરલ થતા જ યુઝર્સે આ વ્યક્તિની આકરી ટીકા કરી છે. લોકોનું કહેવું છે કે ઉચ્ચ શિક્ષણ અને સારા પદ પર હોવા છતાં આવી રૂઢિચુસ્ત અને ભેદભાવપૂર્ણ વિચારધારા આશ્ચર્યજનક છે. મનોવૈજ્ઞાનિકોના મતે, લગ્નજીવનમાં સફળતા વિશ્વાસ અને સમજણ પર ટકેલી હોય છે, કોઈના ભૂતકાળની તપાસ પર નહીં. આ કિસ્સો આજના આધુનિક યુગમાં પણ સ્ત્રીઓ પ્રત્યેના પૂર્વગ્રહો અને બેવડા માપદંડોને ઉજાગર કરે છે.

આ પણ વાંચોઃ રાઘવ ચઢ્ઢાએ કેમ છોડી આમ આદમી પાર્ટી? વીડિયો જારી કરીને કહ્યું, ‘સાતેય સાંસદ ખોટા ના હોઈ શકે’

આ પણ વાંચોઃ એક કોલ અને ચાની ઓફર… પંજાબના સાંસદનો AAP સામે બળવો કરવાનો ઇનકાર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button