સહકારી બેન્કોમાં સુધારો લાવવા IIA ઇન્ડિયા કરશે મદદ, NUCFDC સાથે સમજૂતી

નવી દિલ્હી, 24 જુલાઇ, 2025: improvement in co-operative sector ભારતીય રિઝર્વ બેન્કના નિર્દેશો અનુસાર દેશની દરેક શહેરી સહકારી બેન્કો (UCB)ને ઇન્ટરનલ ઓડીટર્સ મટે આંતરરાષ્ટ્રીય ધોરણોને અપનાવવા માટે કહેવામાં આવ્યુ છે. તેમાં IIE અને BCBS દ્વારા જારી કરવામાં આવેલા માપદંડોને અપનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
NUCFDC અને IIA ઇન્ડિયાનો કરાર
આ માર્ગદર્શિકા હેઠળ, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC), જે અર્બન કોઓપરેટિવ બેંકિંગ (UCB) ઓફ ઇન્ડિયાનું છત્ર સંગઠન છે, તેણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સ ઓફ ઇન્ડિયા (IIA ઇન્ડિયા) સાથે કરાર (સમજૂતિ) કર્યો છે. આનાથી દેશની શહેરી સહકારી બેંકોમાં થાપણદારોનો વિશ્વાસ વધશે.
આ કરાર હેઠળ, IIA ઇન્ડિયા શહેરી સહકારી બેંકોમાં શાસન માળખાને સુધારવામાં NUCFDC સાથે સહયોગ કરશે. સહયોગના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ઓડિટિંગ ધોરણો અપનાવવા, આંતરિક નિયંત્રણ પ્રણાલીઓને મજબૂત બનાવવા અને આંતરિક ઓડિટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સ્ટાફની વ્યાવસાયિક ક્ષમતાઓમાં વધારો કરવાનો સમાવેશ થાય છે.
રાજ્યના કયા આઠ મહાનગરોમાં GIDB લોજીસ્ટીક માસ્ટર પ્લાન અમલમાં મૂકશે? વાંચો ઉદ્યોગમંત્રીએ શું કરી સમીક્ષા
કરારનો ઉદ્દેશ
NUCFDCના CEO પ્રભાત ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય UCBમાં વૈશ્વિક સ્તરે પ્રમાણિત ઓડિટ અને જોખમ વ્યવસ્થાપન માળખાને અમલમાં મૂકવાનો છે. આ સંસ્થાકીય સુગમતાને મજબૂત કરવા અને થાપણદારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના નિયમનકારી ઉદ્દેશ્યો સાથે સુસંગત હશે.
તે શા માટે જરૂરી છે?
છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશની સહકારી બેંકોમાં ઘણી ગેરરીતિઓની ફરિયાદો સામે આવી છે. મુંબઈની ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંક આનું સૌથી મોટું ઉદાહરણ છે. ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકમાં 122 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આમાં બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાપણદારોના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમ આની તપાસ કરી રહી છે અને બેંકના થાપણદારો તેમના પૈસા માટે બેંક અને કોર્ટના આંટાફેરા મારી રહ્યા છે.
IIA અને BCBS શું છે?
AIIA એ આંતરિક ઓડિટર્સની એક સંસ્થા છે જે આંતરિક અને જોખમ વ્યવસ્થાપન માટે ધોરણો વિકસાવે છે. BCBA (બેઝલ કમિટી) આંતરરાષ્ટ્રીય સ્તરે દેખરેખ માટે ધોરણો વિકસાવે છે. આ બંને સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા ધોરણો નાણાકીય ક્ષેત્ર અને આંતરિક નિયંત્રણ માટે તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મુંબઈમાં અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDની રેડ, ફ્રોડનો મામલો











