ગુજરાત

પેપરની બ્લુપ્રિન્ટની ઉપેક્ષા અને કોર્સ બહારના સવાલોને લઈને વાલીમા ભારે રોષ

Text To Speech

પેપરસેટર્સ સામે શિક્ષણ બોર્ડ દ્વારા દંડનીય કાર્યવાહી કરવા સામે શંકા ઉપજી છે. જેમાં પેપરમા છબરડાઓ કરીને શિક્ષણ બોર્ડની આબરૂનો ફાલુદો થયો છે. તેથી પેપરની બ્લુપ્રિન્ટની ઉપેક્ષા અને કોર્સ બહારના સવાલોને લઈને વાલીમા ભારે રોષ ફેલાયો છે. અણધડ પેપરસેટર્સની ભૂલ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

આ પણ વાંચો: વડોદરામાં ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડતા ગઠિયા સક્રિય

છાત્રો અને વાલીઓમાં ભારે કકળાટ થયો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવામા આવેલી ધો-10 અને ધો-12ની પરીક્ષામા પેપરની બ્લુપ્રિન્ટની ઉપેક્ષા અને કેટલાક કોર્સ બહારના પ્રશ્નો પુછવા અને અમુક પ્રશ્નોમા ભારે છબરડા રહ્યા હોવાથી છાત્રો અને વાલીઓમાં ભારે કકળાટ થયો છે. જ્યારે બીજી બાજુ, બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકનમાં સરવાળા કરવામાં એક માર્કસની ભૂલ આવે તો શિક્ષકોને રૂ.100નો દંડ થતો હોવાની સ્થિતિ વચ્ચે બોર્ડની પરીક્ષાના પેપર કાઢવામા છબરડા કરીને બોર્ડની આબરૂનો ફાલુદો કરનારા પેપરસેટર્સ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે કે પછી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ પેપરસેટર્સ સામે ઝુકી જઈને કાર્યવાહી નહી કરીને ઠાગાઠૈયા કરીને બચાવી લેશે? તેવો સવામણનો સવાલ ઉઠવા પામ્યો છે.

આ પણ વાંચો: છબરડો: ધો.12 સાયન્સ-કોમર્સના આ પેપરમાં 5 પ્રશ્નો એક જેવા જ 

પેપર્સસેટર્સ માટે વિચારીને કઠોર કાર્યવાહી કરવી જરૂરી

આ અંગે શિક્ષણ વિભાગના માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શિક્ષણ બોર્ડના આવા અણધડ પેપરસેટર્સની ભૂલને લીધે અને બોર્ડએ બન્ને સામે કડક કાર્યવાહી કરવી જરૂરી હોવાનો ચણભણાટ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જો શિક્ષક મૂલ્યાંકન કામગીરીમાં જાય તો અને એકાદ પેપરમાં ભૂલ થાય તો દંડાત્મક કાર્યવાહી થાય છે. જો અનિવાર્ય સંજોગોમાં શાળાએ હાજર ન થઈ શકે તો પણ શિક્ષાત્મક કાર્યવાહીની વાત જે બોર્ડ કરે તેણે પેપર્સસેટર્સ માટે વિચારીને કઠોર કાર્યવાહી કરવી જરૂરી હોવાનો સૂર શિક્ષણજગતમાં થઈ રહ્યો છે.

Back to top button