ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

અનંત ચતુર્દશી પહેલા કરવા ઈચ્છો છો ગણેશ વિસર્જન, જાણો પાંચમા અને સાતમા દિવસનું શુભ મુહૂર્ત

  • સામાન્ય રીતે  Anant Chaturdashiના દિવસે Ganesh Visarjan થાય છે. જોકે કેટલાક લોકો દોઢ, ત્રીજા, પાંચમા અને સાતમા દિવસે પણ ગણપતિનું વિસર્જન કરે છે

HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2025 માં 27 ઓગસ્ટથી ગણેશોત્સવ શરૂ થયો છે. આ દિવસે બાપ્પાના ઘણા ભક્તો ઘરમાં ગણપતિ સ્થાપિત કરે છે. જોકે પરંપરાગત રીતે 10 દિવસ સુધી ઘરમાં બાપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને તે પછી અનંત ચતુર્દશીના Anant Chaturdashi દિવસે ગણપતિ વિસર્જન Ganesh Visarjan થાય છે. જોકે કેટલાક લોકો દોઢ, ત્રીજા, પાંચમા અને સાતમા દિવસે પણ ગણપતિનું વિસર્જન કરે છે. જો તમે પણ ગણેશજીનું વિસર્જન પહેલા કરવા ઈચ્છો છો તો અહીં જાણી લો પાંચમા અને સાતમા દિવસનું મુહૂર્ત

ગણેશોત્સવના પાંચમા દિવસે ગણપતિ વિસર્જન માટે શુભ મુહૂર્ત

ગણેશોત્સવનો પાંચમો દિવસ 31 ઓગસ્ટ છે. આ દિવસે પૂજા અને વિસર્જન માટેનો શુભ સમય નીચે મુજબ છે.

સવારે શુભ સમય – 07:36 થી બપોરે 12:23 સુધી
બપોર દરમિયાન શુભ સમય – 1.57થી 3.32 વાગ્યા સુધી
સાંજે શુભ મુહૂર્ત – 06:44 થી રાત્રે 10:57 સુધી

સાતમા દિવસે ગણપતિ વિસર્જન માટે શુભ મુહૂર્ત

ગણેશોત્સવનો સાતમો દિવસ 2 સપ્ટેમ્બર છે. આ દિવસે પૂજા તેમજ વિસર્જન માટેનો શુભ સમય આ મુજબ છે.

સવારે શુભ સમય – સવારે 9.11 થી બપોરે 1.56 સુધી
બપોર દરમિયાન શુભ સમય – 03:31 થી 05:05 વાગ્યા સુધી
રાત્રિનો શુભ સમય – રાત્રે 08:06 થી 09:31 વાગ્યા સુધી

અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનો શુભ સમય

મોટાભાગના લોકો અનંત ચતુર્દશીના દિવસે જ ગણેશ વિસર્જન કરશે. અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બરના રોજ સવારે 3:12 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:40 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગણેશ વિસર્જન 6 અને 7 સપ્ટેમ્બર બંને દિવસે કરી શકાય છે.

આ પણ વાંચોઃ ઘરમાં બરકત લાવશે કાચબા સાથે જોડાયેલા આ ઉપાયો, ખાસ રાખો ધ્યાન

Back to top button