Goa ઑફ સીઝનમાં ફરવા જતા હો તો આ ભૂલો ન કરશો, નહીંતર જવું પડશે જેલ

- જો તમે આ નિયમો પર ધ્યાન નહીં આપો, તો પાર્ટીનો આનંદ માણવાને બદલે તમારે ગોવા જેલમાં જવાનો વારો આવી શકે છે
Goa Travelling: ગોવા ફરવું એ કોના માટે આનંદદાયક ન હોય? તમે બેચલર હોવ કે કપલ ગોવાની મજા કંઈક અલગ જ હોય છે. ઑફ-સીઝન દરમિયાન પણ બીચનો માહોલ અને મજામાં કોઈ કમી આવતી નથી. લોકો મુક્તપણે પાર્ટી કરે છે, બીચ પર નાચે છે અને સસ્તા પર દારૂનો આનંદ માણે છે, પરંતુ કેટલાક નિયમો એવા છે જે ભૂલથી પણ તોડવામાં આવે તો મોંઘા સાબિત થઈ શકે છે. જો તમે આ નિયમો પર ધ્યાન નહીં આપો, તો પાર્ટીનો આનંદ માણવાને બદલે તમારે ગોવા જેલમાં જવાનો વારો આવી શકે છે. તેથી તમારી સફર શરૂ કરતા પહેલા આ ટિપ્સ જાણવી મહત્ત્વપૂર્ણ છે, જેથી તમે મજા પણ કરી શકો અને મુશ્કેલી પણ ટાળી શકો.
દારૂ અને પબ્લિક બિહેવિયર
ગોવાના દરિયાકિનારા પર દારૂ પીવો અને મજા કરવી એ મજેદાર અનુભવ હોઈ શકે છે. જોકે જાહેરમાં દારૂ પીવો કાયદેસર નથી. હાથમાં બોટલ લઈને ફરવું, મિત્રો સાથે જાહેરમાં દારૂ પીવો, તમને પોલીસની પકડમાં લઈ શકે છે. બેસ્ટ એ છે કે દારૂ રેસ્ટોરાં કે કેફેમાં જ પીવો.
બીચ પર કચરો ન નાંખશો
દરિયા કિનારે કચરો નાખવો પણ ગુનો માનવામાં આવે છે. રોમાન્સ કરવો યોગ્ય છે, પરંતુ અશ્લીલ કૃત્યો કરવા અથવા લોકોના વાંધાજનક ફોટા પાડવાથી જેલ થઈ શકે છે. કોઈને ટોણા મારવા અથવા ઉશ્કેરણી કરવી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
નો ન્યુડિટી અને કપડાંનું ધ્યાન રાખો
ગોવામાં લોકો ખુલ્લા કપડાં પહેરવાનું પસંદ કરે છે. જોકે, મર્યાદા ઓળંગવાથી નગ્નતાનો કેસ થઈ શકે છે. બીચ પર કપડાં ઉતારવાથી અથવા ઉત્તેજનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી પોલીસ તમને પકડી શકે છે. તેથી હંમેશા તમારા કપડાં અને વર્તનનું ધ્યાન રાખો. કેસિનોમાં હાર્યા પછી ગુસ્સે થવું કે દલીલ કરવી પણ મોંઘી સાબિત થઈ શકે છે.
વાહન ચલાવતી વખતે કાળજી રાખો
દારૂ પીધા પછી વાહન ચલાવવાની સખત મનાઈ છે. આમ કરવાથી સીધા જેલની સફર થઈ શકે છે. અહીંના રસ્તાઓ ઝડપી અને જોખમી હોઈ શકે છે. તેથી હંમેશા જવાબદારીપૂર્વક વાહન ચલાવો અને નિયમોનું પાલન કરો. વધુમાં ટ્રાફિક પોલીસથી બચવાનો પ્રયાસ કરવાથી અથવા નિયમો તોડવાથી તમારી સફર બગડી શકે છે. જો તમે અહીં મનોરંજન માટે આવ્યા છો, તો સુરક્ષિત રીતે કરો. નહિંતર તમારી મજા સજા બનતા વાર નહિ લાગે
આ પણ વાંચોઃ સમર વેકેશનમાં બાળકો સાથે ક્યાં જશો? ગરમીની રજાઓને બનાવો યાદગાર











