ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ભારત-ચીન વચ્ચે વેપાર શરૂ થવા પર બન્નેને વાર્ષિક 5-6 અબજ ડોલરનો લાભ, અમેરિકન ટેરિફ ભરપાઇ થઇ જશે

નવી દિલ્હી, 21 ઓગસ્ટ, 2025: ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ઠપ થઇ ગયેલો સરહદી વેપાર ફરી જીવંત થવા જઇ રહ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) અને વિશ્વ બેન્કના અનુમાન અનુસાર વેપાર મંજૂરીથી પ્રારંભઊિક તબક્કાઓાં બન્ને દેશોને દર વર્ષે 5-6 અબજ ડોલરનો લાભ થશે. નવી સંમતિ અનુસાર નવા કરાર હેઠળ, હિમાલયના પાસ દ્વારા થતા પરંપરાગત વેપારને પ્રોત્સાહન મળશે જ, પરંતુ દુર્લભ ખનિજો અને ખાતરોના પુરવઠા માટેની પરસ્પર જરૂરિયાતો પણ પૂર્ણ થશે. નિષ્ણાતો માને છે કે આ પગલું ભારતને ટેરિફ દબાણ, ખાસ કરીને અમેરિકાની સંરક્ષણવાદી નીતિઓ વચ્ચે મોટી રાહત કવચ પૂરું પાડશે.

ભારત-ચીન સરહદી વેપાર હજારો વર્ષ જૂનો છે, જે સિલ્ક રૂટ અને હિમાલયના ઘાટ દ્વારા સદીઓથી ચાલુ રહ્યો છે. નાથુ લા પાસ (સિક્કિમ) 1962ના યુદ્ધ પછી બંધ થઈ ગયો હતો, પરંતુ તેને 2006માં ફરીથી ખોલવામાં આવ્યો હતો. કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રાહક માલનો વેપાર અહીંથી થાય છે. લિપુલેખ પાસ ઉત્તરાખંડમાં છે. તેણે ભારત-ચીન સરહદી વેપારમાં પણ ફાળો આપ્યો છે. હિમાચલ પ્રદેશમાં શિપકી લા પાસ ઐતિહાસિક રીતે ઊન, મીઠું, મસાલા અને સ્થાનિક ઉત્પાદનોના આદાનપ્રદાન માટે જાણીતો છે.

ભારતની ઉત્પાદન ક્ષમતા મજબૂત કરવામાં આવશે

કરાર હેઠળ, શિપકીલા પાસ, સનાથુલા પાસ અને અરુણાચલ પ્રદેશનો બોમડિલા માર્ગ પ્રાથમિકતા પર ખોલવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ચીને જેની ભારતીય ઇલેક્ટ્રોનિક્સ, સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રોને સૌથી વધુ જરૂર છે તેવા દુર્લભ ધાતુઓના પુરવઠાની ખાતરી આપી છે,  બદલામાં ભારત ચીનને ફોસ્ફેટ અને પોટાશ આધારિત ખાતરો પૂરા પાડશે. ભારતીય ઉદ્યોગ સંઘના મુખ્ય અર્થશાસ્ત્રી અરુણ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ કરાર ભારતની ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવશે અને ચીનની ખાદ્ય સુરક્ષા વ્યૂહરચનામાં ફાળો આપશે.

યુએસ ટેરિફના નુકસાનની ભરપાઈ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. બિશ્વજીત ધરે જણાવ્યું હતું કે ટ્રમ્પ ટેરિફથી ભારતીય નિકાસકારોનો ખર્ચ વધ્યો છે. જો ભારત ચીનથી દુર્લભ ખનિજો અને ખાતરો સાથે મધ્યવર્તી ઔદ્યોગિક માલની આયાતમાં વધારો કરે છે, તો ઉત્પાદન ખર્ચ ઘટશે અને યુએસ ટેરિફને કારણે વાર્ષિક 3-5 અબજ ડોલરનું નુકસાન મોટાભાગે સંતુલિત થઈ શકે છે. ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે સંકેત આપ્યો છે કે ભારત-ચીન વેપારની પુનઃસ્થાપનાથી યુએસ સંરક્ષણવાદી નીતિઓના યુગમાં ભારતને વધારાનો આર્થિક અવકાશ મળી શકે છે.

ભારતે દુર્લભ ખનિજો અને ખાતરોમાં ચીન પર નિર્ભરતા ઘટાડવી જોઈએ: GTRI

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) કહે છે કે ચીન દ્વારા ભારતમાં દુર્લભ ખનિજો અને ખાતરોની નિકાસ પરના પ્રતિબંધોને હળવા કરવાનો નિર્ણય સકારાત્મક સંકેત છે. પરંતુ, ભારતે પડોશી દેશ પર નિર્ભરતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ભારત 2024-25માં ચીન સાથે 100 અબજ ડોલરની ખતરનાક વેપાર ખાધનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ નિફ્ટી અને સેન્સેક્સ પ્રારંભમાં વધારા સાથે ખુલ્યા, અંડરટોન મજબૂત

Back to top button