ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

આર્થિક મોરચે ભારત માટે ખરાબ સમાચાર, ઇકરાએ ઘટાડ્યો જીડીપી વૃદ્ધિ દર

નવી દિલ્હી, 20 મે, 2025: ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરાએ સોમવારે જારી કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતુ કે ભારતની માર્ચ ત્રિમાસિક ગાળા (Q4)ની જીડીપી વૃદ્ધિ 6.9 ટકા રહેવાનું અનુમાન છે. આ અનુમાન નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO)ના ફેબ્રુઆરીમાં જારી કરવામાં આવેલ અનુમાનથી ઓછુ છે, જેમાં માર્ચ ત્રિમાસિક ગાળાનું અનુમાન 7.4 ટકા આંકવામાં આવ્યુ હતું.

FY25માં આખા વર્ષનો વિકાસ દર 6.3 ટકા સુધી મર્યાદિત રહી શકે છે

ICRA માને છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહી શકે છે. જ્યારે NSO એ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે. જો NSOના અંદાજને સાચો ગણવો હોય, તો માર્ચ ત્રિમાસિકમાં વૃદ્ધિ 7.6 ટકા હોવી જોઈએ, જે હવે મુશ્કેલ લાગે છે.

FY24ની સરખામણીમાં FY25માં ઘટાડો શક્ય છે

ICRA અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ 9.2 ટકાના સ્તરે હતી, પરંતુ નાણાકીય વર્ષ 2024-25માં તેમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના છે. આ ઘટાડો મુખ્યત્વે ખાનગી વપરાશ અને રોકાણ પ્રવૃત્તિઓમાં અસમાનતાને કારણે હોઈ શકે છે.

ICRA ના મુખ્ય અર્થશાસ્ત્રીએ શું કહ્યું?

પીટીઆઈ સાથે વાત કરતા, ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે ચોથા ત્રિમાસિક ગાળામાં ખાનગી વપરાશ અને રોકાણ પ્રવૃત્તિ સમાન ગતિએ વધી નથી. રોકાણમાં મંદીનું એક કારણ ટેરિફ અંગેની અનિશ્ચિતતા પણ છે.

સેવાઓની નિકાસ સારી છે, પરંતુ માલની નિકાસ ઘટી છે

અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે સેવા નિકાસમાં સતત બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે ડિસેમ્બરમાં વધેલી વેપારી નિકાસ હવે માર્ચ ક્વાર્ટરમાં ઘટી ગઈ છે.

સત્તાવાર આંકડા 31 મેના રોજ આવશે

હવે બધાની નજર 31 મે, 2025 પર છે, જ્યારે NSO માર્ચ ક્વાર્ટર અને સમગ્ર FY25 માટે કામચલાઉ GDP આંકડા જાહેર કરશે. ત્યારબાદ જ નક્કી થશે કે ICRAનો અંદાજ સાચો સાબિત થાય છે કે સરકારી આંકડા વધુ આશાસ્પદ નીકળે છે.

આ પણ વાંચોઃ ઇન્ડસઇન્ડ બેન્કના 6 અધિકારીઓ સામે તપાસ, શેર વેચવાનો આરોપ

Back to top button