સગીર છોકરીઓને ખોટા કામમાં ધકેલી બ્લેકમેલિંગ કરનાર ઈબ્રાહીમ ઝડપાયોઃ જાણો ખોફનાક નેટવર્ક વિશે

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2025ઃ terrifying network of Ibrahim દિલ્હી પોલીસે દેહવ્યાપારના ધંધામાં ધકેલાયેલી 16 વર્ષની એક સગીરને તેના અંધકારભર્યા જીવનમાંથી મુક્ત કરાવી છે. આ છોકરી કેવી રીતે આ ધંધામાં ફસાઈ અને આટલી નાની ઉંમરે તેણે કેવા અત્યાચારોનો સામનો કરવો પડ્યો? સગીરાએ જે વાતો જણાવી તે આઘાતજનક છે એટલું જ નહીં પરંતુ વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
blackmailing of minor girls દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક સ્વૈચ્છિક સંગઠન (NGO) એસોસિએશન ફોર વોલન્ટરી એક્શન (AVA) ની માહિતીના આધારે દિલ્હી પોલીસે એક દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ કર્યો. આ ઓપરેશન દરમિયાન 16 વર્ષની એક છોકરીને બચાવવામાં આવી, જે લગભગ એક વર્ષથી આ ધંધામાં ફસાયેલી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે તેની એક સહેલીએ તેની સાથે દગો કરીને આ ધંધામાં ધકેલી હતી.
કોંગ્રેસના સાંસદની ચેઈન ચોરી કરનારો ઝડપાયો, દિલ્હી પોલીસે કેસ ઉકેલ્યો
છોકરીની માતાનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું ત્યારબાદ તે શરાબના વ્યસની પિતા સાથે રહેતી હતી. ઘરમાં આવકનું કોઈ સાધન ન હોવાથી પિતા પાડોશીઓ પાસેથી ઉધાર લઈને શરાબનું વ્યસન પૂરું કરતા હતા. આવી પરિસ્થિતિમાં 15 વર્ષની આ છોકરીએ ઘરનો ખર્ચો ઉપાડવાનું નક્કી કર્યું. તેણે પોતાની એક સહેલીને પોતાની મુશ્કેલીઓ જણાવી અને ઉકેલ માટે સલાહ માંગી. પરંતુ સહેલીએ તેને એક વ્યક્તિ સાથે મળવા મોકલી, જેણે તેને નોકરીનું વચન આપ્યું અને ઘણા પૈસા મળશે તેવું કહ્યું. આ રીતે તેને દેહવ્યાપારના દલદલમાં ધકેલી દેવામાં આવી.
છોકરીએ જણાવ્યું કે તેને દરરોજ રાત્રે 8 થી 10 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડવામાં આવતી. તેને દવાઓ આપવામાં આવતી અને તેની ફરિયાદોને અવગણીને તેને દર્દ દૂર કરવાની દવાઓ આપીને ફરી કામે લગાડવામાં આવતી. તેના ઘણા અશ્લીલ વીડિયો ગુપ્ત રીતે રેકોર્ડ કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ તેને ધમકાવવા માટે કરવામાં આવતો હતો. આ બધાના બદલામાં તેને માત્ર 500 રૂપિયા આપવામાં આવતા.
NGOના સભ્યોએ ગ્રાહકોના રૂપમાં રેકેટનો પીછો કર્યો અને એક મહિનાની દેખરેખ બાદ પોલીસને જાણ કરી. ઓપરેશન દરમિયાન એક મુખ્ય આરોપી ઇબ્રાહિમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR) નોંધી છે. પોલીસ હવે અન્ય આરોપીઓની શોધમાં છે અને આ રેકેટના મોટા નેટવર્કને ઉજાગર કરવા તપાસ કરી રહી છે.
પોતાની જ થાળીમાં કાણું કરવા મથતા ટ્રમ્પ, અમેરિકામાં ખાવાપીવાની ચીજોના ભાવ આસમાને સ્પર્શશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD











