ગુજરાત

રાજકોટમાં ચોંકાવનારી ઘટના: 128 કિલોની પત્ની પતિ પર ધડામ દઈને પડી ને થયું મોત!

તાજેતરમાં રાજકોટ શહેરમાં એક એવી વિચિત્ર ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના રામધામ સોસાયટીમાં 68 વર્ષના નટવરલાલ નામના વૃદ્ધનો જીવ ગયો અને તેના પત્ની મંજુલાને ગંભીર રીતે ઈજા થઈ હતી.

મંજુલા બેનનું વજન આશરે 128 કિલો હતો

ઘટના સવારે આશરે ચાર કલાકે બની હતી. ઘટના સમયે પરિવારમાં અફરા-તફરીનો માહોલ થયો હતો કારણ કે તેના પુત્ર આશીષને અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. પુત્રની તબીયત ખરાબ થઈ તેના માતા મંજુલા ગભરાઈ ગયા હતા. તેઓ ઝડપથી સીડી ચઢી ઉપર જઈ રહ્યાં હતા, જેથી પુત્રની મદદ કરી શકે. પરંતુ આ દરમિયાન તેમનો પગ લપસી ગયો અને સંતુલન ગુમાવી દીધું. મંજુલાનું વજન આશરે 128 કિલો હતો. તેવામાં જ્યારે તેમનો પગ લપસી ગયો તો તેઓ જોરથી પતિ નટવરલાલ ઉપર પડ્યા હતા. ભારે વજનને કારણે તેમના માથા અને શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી. હાજર પરિવારજનોએ તત્કાલ નટવરલાલને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલ પહોંચવા પર ડોક્ટરોએ તપાસ કરી હતી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ નટવરલાલને મૃત જાહેર કર્યા હતા. તો મંજુલાને પણ ઈજા થઈ અને તેની સારવાર કરવામાં આવી હતી. પરિવાર માટે આ સમય દર્દનાક હતો, કારણ કે એક તરફ પુત્ર બીમાર હતો અને બીજી તરફ આ દુર્ઘટનાએ પરિવાર પાસેથી પિતાને છીનવી લીધા હતા. નટરવલાલને માથામાં એટલી ગંભીર ઈજા થઈ કે તેમનું મોત થઈ ગયું.

પાડોશીઓએ જણાવ્યું કે નટવરલાલ અને મંજુલા એક સુખી પરિવાર હતા. તેઓ તેમના પુત્ર આશિષ અને પરિવારના અન્ય સભ્યો સાથે રહેતા હતા. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવી મોટી દુર્ઘટના બનશે. આ ઘટના પછી, સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

Back to top button