ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

નામ, મોબાઈલ નંબરથી લઈને જન્મ તારીખ સુધી… ઘરે બેઠા જ આ રીતે PF એકાઉન્ટમાં કરો સુધારો

HD News Desk: 18 જૂન, 2025: PF ખાતું દરેક કર્મચારી માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ, જો આ ખાતામાં નામ, જન્મ તારીખ અથવા પિતાનું નામ ખોટું હોય તો ભવિષ્યમાં ક્લેમ, પેન્શન અને અન્ય સુવિધાઓ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. સારી વાત એ છે કે, હવે તમે આ ભૂલને ઘરે બેઠા જ ઓનલાઇન સુધારી શકો છો. જાણો PF ખાતામાં ખોટું નામ, જન્મ તારીખ અથવા પિતાના નામને સુધારવાની આખી ઓનલાઇન પ્રોસસ અને તેના માટે કયા દસ્તાવેજની જરૂર પડશે.

PFની કઈ જાણકારીમાં સુધારો કરી શકાય?

EPFOની વેબસાઇટ પર આ જાણકારીને અપડેટ કરી શકાય છે. જેમાં નામ, જન્મ તારીખ, પિતા/પતિનું નામ, લિંગ, મોબાઇલ નંબર, ઈમેલ આઇડીનો સમાવેશ થાય છે.

PF ડિટેઇલ્સને ઓનલાઇન અપડેટ કરવાની રીત

  • STEP 1: EPFOના Unified Member Portal https://unifiedportal-mem.epfindia.gov.in પર જાવ. ત્યારબાદ પોતાના UAN, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગઇન કરો.
  • STEP 2: Profile સેક્શનમાં જાવ: લોગઇ બાદ ‘Manage’ ટૅબ પર ક્લિક કરો અને બાદમાં ‘Modify Basic Details’ પસંદ કરો. હવે એ જાણકારી ભરો, જેનો સુધારો કરવાનો છે. જેમ કે નામ, સહી, જન્મ તારીખ વગેરે.
  • STEP 3: દસ્તાવેજ ડાઉનલોડ કરો: યોગ્ય જાણકારીનું પ્રમાણ આપવા માટે સંબંધિત દસ્તાવેજની સ્કેન કૉપી અપલોડ કરો. જેમ કે, આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ પ્રમાણ પત્ર, સ્કૂલ સર્ટિફિકેટ, બેન્ક પાસબુકની જરૂર પડશે.
  • STEP 4: સબમિટ અને અપ્રૂવલ: માહિતી સબમિટ કર્યા બાદ તમારી અરજી એમ્પ્લૉયરની પાસે જશે. તેમના દ્વારા અપ્રૂવ કર્યા બાદ EPFO દ્વારા વેરિફાઇ કરવામાં આવશે. ત્યારબાદ તમારા PF વિગતમાં સુધારો થઈ જશે.

આ પણ વાંચોઃ હવે અવકાશમાં બનશે દવા અને… અમેરિકન કંપનીનું અંતરિક્ષમાં ખાસ મિશન

આ પણ વાંચોઃ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રતાપસિંહ ચૌહાણની કાયમી કુલપતિ તરીકે નિયુક્તિ

Back to top button