લિબિયામાં ‘ડેનિયલ’નો કહેર, હોસ્પિટલોમાં લાશોના ઢગલા, 5300થી વધુના મોત
વિનાશક તોફાન ‘ડેનિયલ’ બાદ આવેલા પૂરે ઉત્તર આફ્રિકાના લિબિયા દેશમાં તબાહી મચાવી દીધી છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 5300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 10 હજારથી વધુ લોકો હજુ પણ લાપતા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. લિબિયાના પૂર્વ વિસ્તારમાં પૂરનો કહેર જોવા મળ્યો છે, જ્યાં ડેરના શહેર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ અબુ-લામોશાના જણાવ્યા અનુસાર, ડેરનામાં મૃત્યુઆંક 5,300ને પાર થઈ ગયો છે.

પહેલાથી જ પૂર પ્રભાવિત વિસ્તારોમાં બે ડેમ તૂટવાથી પાણીનો પૂર આવ્યું, જેમાં હજારો લોકો વહી ગયા. તેમાંથી મોટાભાગના લોકો હજુ પણ ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડેરના શહેરનો ચોથો ભાગ બરબાદ થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ ટેડ ક્રેસન્ટ સોસાયટીઝના લિબિયાના દૂત તામેર રમઝાને જણાવ્યું છે કે હોસ્પિટલો મૃતદેહોથી ભરાઈ ગઈ છે, તો 10 હજાર લોકો હજુ ગુમ છે.
આ પણ વાંચોઃ કેરળમાં ‘નિપાહ’નું એલર્ટ, કોઝિકોડમાં 2 લોકો બન્યા મોતનો કોળિયો











