ટ્રેન્ડિંગનેશનલમીડિયા

સંસદમાં ગુંજશે ખાડીનું યુદ્ધ! જયશંકર આજે મિડલ ઈસ્ટ સંકટ પર ભારતનો પ્લાન જણાવશે

નવી દિલ્હી, 9 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા યુદ્ધના તણાવની ગુંજ આજે ભારતીય સંસદમાં સંભળાશે. વિદેશમંત્રી એસ. જયશંકર આજે રાજ્યસભા અને લોકસભામાં ભારતનો સત્તાવાર રુખ સ્પષ્ટ કરશે. તેઓ સવારે 11 વાગ્યે રાજ્યસભા અને બપોરે 12 વાગ્યે લોકસભામાં નિવેદન આપશે.

ભારતે હંમેશા વાતચીત દ્વારા સમાધાન અને દેશોની અખંડિતતાનું સન્માન કરવાની વાત કરી છે. આ સંકટ વચ્ચે ભારતે માનવીય આધારે ઈરાની યુદ્ધ જહાજ આયરિસ લવન’ને કોચ્ચિન પોર્ટ પર રોકાવાની પરવાનગી પણ આપી છે. સરકારનો આ સાવધાન રુખ ખાડી વિસ્તારમાં ફસાયેલા લાખો ભારતીયોની સુરક્ષા અને દેશની તેલ જરૂરિયાતો સાથે જોડાયેલો છે.

વિપક્ષનો હુમલો અને કોંગ્રેસની રણનીતિ પશ્ચિમ એશિયાના સંકટને લઈને વિપક્ષી પક્ષોએ સરકારની ચુપ્પી પર સવાલ ઉઠાવ્યા છે અને સંસદમાં તેને જોરશોરથી ઉઠાવવાની તૈયારી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ માટે વિશેષ બેઠક કરી છે. કોંગ્રેસ સાંસદ નસીર હુસૈનના જણાવ્યા અનુસાર પાર્ટી આ યુદ્ધની ભારતની ઊર્જા જરૂરિયાતો અને અર્થતંત્ર પર પડનારી અસર પર જવાબ માંગશે. વિપક્ષનું માનવું છે કે આ તણાવથી દેશમાં મોંઘવારી અને તેલના ભાવમાં ઝડપી વધારો થઈ શકે છે.

સરકારે પોતાના મંત્રીઓને આ સંવેદનશીલ મુદ્દે અત્યંત સંયમ અને સાવધાનીથી બોલવાની સલાહ આપી છે જેથી આંતરરાષ્ટ્રીય સંબંધો પર વિપરીત અસર ન પડે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી પર વિવાદિત નિવેદન

મિડલ ઈસ્ટ સંકટ અને રશિયામાંથી તેલ સપ્લાય પર અમેરિકી દબાણને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખો હુમલો કર્યો છે. કર્ણાટકમાં એક સભામાં ખડગેએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ‘તાનાશાહ’ કહ્યા અને વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે PM મોદી તેમના ગુલામની જેમ કામ કરી રહ્યા છે. ખડગેએ આરોપ લગાવ્યો કે ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ ગુમાવી રહ્યું છે અને અમેરિકી દબાણમાં નિર્ણયો લઈ રહ્યું છે. આ નિવેદન બાદ સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હંગામાની શક્યતા વધી ગઈ છે, કારણ કે ભાજપ તેને દેશના અપમાન સાથે જોડી રહ્યું છે.

સંસદમાં ઉઠશે અન્ય રાષ્ટ્રીય મુદ્દાઓ

કોંગ્રેસે સંકેત આપ્યા છે કે તેઓ માત્ર આંતરરાષ્ટ્રીય મુદ્દા જ નહીં, દેશના આંતરિક મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી લેશે. સંસદમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો, બેરોજગારી અને ડોલરની સામે ઘટતા રૂપિયાના ભાવ પર ચર્ચાની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડો-યુએસ ટ્રેડ ડીલની ખેડૂતો પર અસર અને ગ્રેટ નિકોબાર ટાપુઓ સાથે જોડાયેલા પર્યાવરણીય મુદ્દાઓ પર પણ જવાબ માંગવામાં આવશે. વિપક્ષે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંસદની કાર્યવાહી દરમિયાન સ્પીકર વિરુદ્ધ પણ કડક રુખ અપનાવી શકે છે.

આ પણ વાંચો : સાઉદી અરેબિયામાં ઇરાની મિસાઇલ હુમલામાં ભારતીયનું મૃત્યુ? ભારતીય દૂતાવાસે સ્પષ્ટતા કરી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button