કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરનારા ગુજરાતી ક્રિકેટર પુજારાની કેટલી છે નેટવર્થ? જાણીને ચોંકી જશો

રાજકોટ, તા. 24 ઓગસ્ટ, 2025: ટીમ ઈન્ડિયાની ધ વોલ 2.0 તરીકે ઓળખાતા ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ અંગે તેણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને માહિતી આપી હતી. રિપોર્ટ્સ અનુસાર, ચેતેશ્વર પુજારાની કુલ સંપત્તિ (Net Worth) લગભગ ₹24 કરોડ છે. તેમની માસિક આવક ₹15 લાખની આસપાસ રહી છે. 2022-23માં તેઓ BCCIના B ગ્રેડના કરારમાં સામેલ હતા, જેના હેઠળ તેમને વાર્ષિક ₹3 કરોડનો પગાર મળતો હતો. પુજારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને કોમેન્ટ્રી દ્વારા પણ કરોડોની કમાણી કરે છે.

પુજારાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ટેસ્ટ ક્રિકેટમાં પુજારાએ 103 મેચની 176 ઇનિંગ્સમાં 43.60ની સરેરાશથી 7,195 રન બનાવ્યા હતા. તેમના બેટમાંથી 19 સદી અને 35 અડધી સદી આવી છે. તેમનો શ્રેષ્ઠ સ્કોર 206* રન રહ્યો છે. તેમણે 5 વન-ડે મેચમાં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં 10.20ની સરેરાશ સાથે કુલ 51 રન બનાવ્યા હતા. તેઓ ભારત માટે કોઈ પણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યા નહોતા.

No photo description available.

એક ટેસ્ટ મેચના પાંચેય દિવસ બેટિંગ કરનાર ખેલાડી
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીમાં અમુક જ બેટ્સમેન એક મેચના પાંચેય દિવસ બેટિંગ કરવામાં સફળ થયા છે. પુજારા આ ખાસ યાદીમાં સામેલ છે. તેમણે 2017માં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેમના પહેલા ભારતીય બેટ્સમેનોમાં માત્ર એમ. એલ. જયસિમ્હા (ઓસ્ટ્રેલિયા સામે, 1960) અને રવિ શાસ્ત્રી (ઇંગ્લેન્ડ સામે, 1984) આવું કરી શક્યા હતા. ભારતની આ ત્રણેય મેચો કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.

એક ઇનિંગ્સમાં સૌથી વધુ બોલ રમનાર ભારતીય બેટ્સમેન
પુજારાએ 2017માં ઓસ્ટ્રેલિયા સામે રાંચી ટેસ્ટમાં 202 રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે 525 બોલનો સામનો કર્યો હતો અને 672 મિનિટ ક્રિઝ પર વિતાવી હતી. આ સાથે જ પુજારા ટેસ્ટની એક ઇનિંગ્સમાં સૌથી વધુ બોલ રમનાર ભારતીય બેટ્સમેન બન્યા હતા. પુજારા પહેલા આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે હતો, જેમણે રાવલપિંડીમાં પાકિસ્તાન સામે 495 બોલમાં 270 રનની ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચોઃ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા વસીમ અકરમે કોને આપી વોર્નિંગ? જાણો શું કહ્યું

Back to top button