આજનું હવામાન: ગુજરાતના 19 જિલ્લામાં વરસાદનું એલર્ટ, ચોમાસા પર આવી લેટેસ્ટ અપડેટ

અમદાવાદ 03 જૂન 2025: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી અટકી અટકીને વરસાદ થઈ રહ્યો છે. આજે પણ હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે 8 જૂન સુધી છૂટક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો વળી દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અરાવલી અને છોટા ઉદેપુર સહિત કેટલાય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આજે સવારથી જ રાજ્યના અમુક ભાગમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મૌસમ વિભાગે 8 જૂન સુધી પૂર્વાનુમાન અનુસાર દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાય ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે.
03 जून 2025 के लिए मौसम की चेतावनी #rain #weatherupdate #HeavyRainfall #mausam #manipur #Mizoram #monsoon2025 #Meghalaya #AssamRains #ArunachalPradesh #keralarains #punjab #haryana #rajasthan #himachalpradesh #uttarpradesh@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/RaZhkpMzT9
— India Meteorological Department (@Indiametdept) June 2, 2025
4 જૂનથી 8 જૂન સુધી કેવું રહેશે હવામાન
4 જૂન, 2025 ના રોજ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લા.
5મી જૂન 2025ના રોજ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, વલસાડનગર, સુરેન્દ્રનગર, નવસારી, બોડેલીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ જીલ્લાઓ.
6ઠ્ઠી જૂન 2025ના રોજ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરનાથનગર, જીલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
7 અને 8 જૂન 2025ના રોજ, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જીલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રો રૂટમાં લાખો રુપિયાના કેબલની ચોરી થઈ ગઈ












