ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત : શહેરીજનોને મળશે ગરમીથી રાહત, જાણો કેટલા ડિગ્રી રહેશે તાપમાન

  • આ સપ્તાહે પણ મહતમ તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના
  • શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરી
  • શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નીચે રહેવાની સંભાવના

ગુજરાતના હવામાન વિભાગે ગત સપ્તાહ દરમિયાન મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નીચે રહેવાની કરેલી આગાહી મહ્દઅંશે યથાર્થ ઠરી છે, તેવામાં આજે 24 કલાકની સરખામણીએ મહત્તમ તાપમાનમાં ૩.૨ ડિગ્રીના ઘટાડા સાથે પવનની ઝડપ મધ્યમ રહેતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. તો, આ તરફ હવામાન વિભાગે નવા સપ્તાહ દરમિયાન પણ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની અંદર રહેવાની સાથોસાથ શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નીચે રહેવાની સંભાવના

ગત સોમવારથી શરૂ થયેલાં સપ્તાહના પ્રારંભથી અંત ભાગ સુધીમાં રાજ્યના હવામાન વિભાગે શહેરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નીચે રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગની આગાહી સામે ગત સપ્તાહમાં સાત પૈકી માત્ર બે જ દિવસ મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર ગયો હતો. અન્ય પાંચ દિવસ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની અંદર નોંધાયું હતું. જેના કારણે શહેરીજનોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી.

ગત શનિવારે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું

જો કે, ગત શનિવારે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયું હતું. જેની સરખાણીએ રવિવારે સાંજે પુરા થયેલાં ૨૪ કલાકના અંતે ગરમીનો પારો ગગડીને ૩૭.૨ ડિગ્રીએ અટક્યો હતો. ૨૪ કલાકમાં જ શહેરના મહત્તમ તાપમાનમાં ૩.૨ ડિગ્રીનો ઘટાડો થતાં શહેરીજનોએ રજાના દિવસ રવિવારને ગરમીમુક્ત બનીને માણ્યો હતો. સાથે રાહત પણ અનુભવી હતી.

ગરમી અને તાપમાંથી મુક્તિ મળે તેવું અનુમાન

નવા સપ્તાહ દરમિયાન પણ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની નીચે રહેવાની સંભાવનાને દહોરાવી છે. જેના કારણે આ સપ્તાહે પણ શહેરીજનોને આકરી ગરમી અને તાપમાંથી મુક્તિ મળે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ : બિહારી અને બંગાળીઓને પોલીસે બાંગ્લાદેશી સમજી અટકાયત કરી

Back to top button