ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપના ચારેય ઉમેદવારો બિન હરીફ જાહેર

Gujarat Rajya Sabha Elections : સોમવારે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. વિપક્ષી દ્વારા કોઈ પણ ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા ન હતા, જે બાદ ગુજરાતની ચાર બેઠકો માટે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરાયા છે.

Rajyasabha Election 2026 BJP four candidate win

આ દરમ્યીન ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ તેને ઐતિહાસિક ક્ષણ બતાવવાનો દાવો કરતા કહ્યું કે, ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પહેલી વાર એવું થયું છે કે, જ્યારે રાજ્યસભામાં ગુજરાતમાં કોંગ્રેસના એક પણ સાંસદ નહીં હોય. તેઓએ તેને કોંગ્રેસ મુક્ત ગુજરાતની દિશા તરફ એક મોટું પગલું જણાવ્યું છે. ત્યાં જ કોંગ્રેસ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ભાજપા અહંકારમાં છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કોંગ્રેસની પાસે આવશ્યક સંખ્યાબળ નથી : મનીષ દોશી

મનીષ દોશીએ કહ્યું કે, કોંગ્રેસની પાસે આવશ્યક સંખ્યાબળ નથી. એટલા માટે પાર્ટીના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ જોડ-તોડની રાજનીતિમાં વિશ્વાસ કરતી નથી. ગુજરાત ક્યારેય કોંગ્રેસ મુક્ત થશે નહાં. ગુજરાત વિધાનસભામાં કુલ 181 ધારાસભ્ય છે. ભાજપની પાસે મોટા પ્રમાણમાં બહુમત છે, જ્યારે કોંગ્રેસની પાસે 12 ધારાસભ્ય જ છે. એક બેઠક માટે 37 ધારાસભ્યનું સમર્થન જરૂરી છે.

કોણ છે રાજ્યના બિન હરીફ ઉમેદવારો ?

 

મુકેશ રાઠવા: આદિવાસી સમાજ, છોટાઉદેપુર જિલ્લા કવાંટના રહેવાસી છે, ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.

જીતેન્દ્ર કણઝારીયા: સતવારા સમાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ (BJP)ના અગ્રણી નેતા અને કાર્યકર છે  જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન, ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારિયાના પુત્ર છે. 2021માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કણઝારિયાનું નિધન થયું હતું.

માનસિંહ પરમાર: રાજપૂત સમાજ, હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.

રાજુ શુક્લા: બ્રાહ્મણ સમાજ, કડી-કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગર પ્રભારી છે.

આ પણ વાંચો : પોલીસ અધિકારીઓ રોજ 2 કલાક લોકોની ફરિયાદો સાંભળશે, રાજ્ય પોલીસ વડાનો આદેશ

Back to top button