ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત માથે મોટી મુસીબત: છેલ્લા 12 વર્ષમાં સૌથી નબળું ચોમાસું, અત્યાર સુધીમાં ખાલી 28 મિમી વરસાદ થયો

Gujarat rain latest updates: ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં રાજ્યને કવર કરી લેતું હોય છે. પરંતુ, આ વર્ષે 9 દિવસ મોડું આવ્યા બાદ દક્ષિણ ગુજરાતથી આગળ ન વધતા વરસાદની ઘટ પડી છે. છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

30 જૂન સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 28 મિમી વરસાદ નોંધાયો છે. જૂન મહિનાની સરેરાશ મુજબ રાજ્યમાં 110 મિમી વરસાદ નોંધાવવો જોઈએ. ચોમાસાની મોડી અને નબળી શરૂઆતના કારણે 268માંથી 52 તાલુકાઓ હજી પણ કોરા છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની નબળી શરૂઆતના કારણે 22 જૂન સુધીમાં માત્ર 9 ટકા વાવેતર જ થઈ શક્યું છે. જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો 207 ડેમમાં કૂલ 46.55 ટકા જળસંગ્રહ છે. જે ગત જૂનની સરખામણીએ 2 ટકા ઓછો છે.

છેલ્લા 12 વર્ષમાં આ વર્ષે 30 જૂન સુધીમાં સૌથી ઓછો વરસાદ

ગુજરાતમાં આ વર્ષે 9 દિવસ મોડું 24 જૂને ચોમાસાનું વિધિવત આગમન થયું હતું. પરંતુ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ આગળ ન વધતા 30 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 28.42 મીમી વરસાદ જ નોંધાયો છે.

છેલ્લા 12 વર્ષમાં 6 વર્ષ જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી

ગુજરાતમાં જૂન મહિના દરમિયાન વરસાદની સરેરાશ 110 મિમી છે. તેને જોતા છેલ્લા 12 વર્ષ દરમિયાન 2016, 2018, 2019, 2022, 2024 અને 2026માં વરસાદની ઘટ નોંધાઈ છે.

રાજ્યના 52 તાલુકા કોરાધાકોડ

30 જૂન સવાર સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રાજ્યના 268 તાલુકાઓમાંથી 52 તાલુકા કોરાધાકોડ રહ્યા છે. એટલે કે અહીં હજી વરસાદ નોંધાયો જ નથી. સ્વભાવિક છે કે, રાજ્યમાં ઓછો વરસાદ છે તો પાણીની સ્થિતિને લઈ પણ ચિંતા જન્મી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતરની કંગાળ સ્થિતિ

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાનના સરેરાશ વાવેતર વિસ્તારની વાત કરીએ તો તે કૂલ 85 લાખ 30 હજાર 808 હેકટરનો છે. ગત વર્ષ 22મી જૂન સુધીમાં રાજ્યમાં 18 લાખ 29 હજાર 597 હેકટરમાં વાવેતર થઈ ચૂક્યું હતું. તેની સામે આ વર્ષે 22 જૂન સુધીમાં માત્ર 7 લાખ 66 હજાર 669 હેકટરમાં જ વાવેતર થયું છે. જે કૂલ વાવેતરલાયક વિસ્તારના માત્ર 9 ટકા છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ભયાનક દુર્ઘટના, ટ્યૂશન સેન્ટરની છત પડતા 14 બાળકોના મોત

Back to top button