ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતની જનતા માટે મોટા સમાચાર: હેલ્મેટ પહેર્યા વિના આજથી ઘર બહાર નીકળતા નહીં, ભારે દંડ લાગશે

ગાંધીનગર, 01 મે 2026: સમગ્ર ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે. 1લી મેથી 31મી મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ ‘હેલ્મેટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ નિયમ તોડનારા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે.

ગુજરાત પોલીસના ઇન ચાર્જ આઈજી (STB) મકરંદ ચૌહાણ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર (પિલિયન રાઇડર) બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે.

આ વખતે પોલીસની વ્યૂહરચનામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરવાની બાબતમાં બેદરકારી ન દાખવે તે માટે તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. હેલ્મેટ વગર ઓફિસે આવતા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ ડ્રાઇવની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તમામ પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓએ દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં મુખ્ય કચેરીને ઈ-મેલ દ્વારા રિપોર્ટ મોકલવાનો રહેશે. આ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે કે, કેટલા સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલ્યો? કેટલા સરકારી કર્મચારીઓ નિયમ ભંગ કરતા ઝડપાયા?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મોટા શહેરોમાં કડક અમલીકરણ

સુરત શહેરમાં હેલ્મેટના નિયમોના સફળ મોડેલ બાદ હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં પણ તે જ પ્રકારે શિસ્તબદ્ધ અમલવારી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. પોલીસની આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવા કરતા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

આ પણ વાંચો: પપ્પા બસ અડધા કલાકમાં આવું છું: IPLની મેચ જોયા બાદ ક્રિકેટર સાથે સેલ્ફી લીધી, રસ્તામાં બંને ભાઈના મોત

Back to top button