ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ઓખાની ફિશીંગ બોટ પર મધદરિયે પાકિસ્તાનનું ફાયરિંગ, 8 માછીમારોનું અપહરણ

  • પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા નાપાક હરકત
  • ખલાસીઓને ઉઠાવી જવાતા સાગરપુત્રોમાં ભારે રોષ
  • પાક મરીનના ફાયરીંગમાં કોઈ માછીમારને ઈજા નહીં

ગુજરાતમાં માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે ત્યાં જ પાકિસ્તાને ઓખાની ફિશિંગ બોટ ઉપર અંધાધુંધ ફાયરિંગ કરીને આઠ ગીર સોમનાથ જિલ્લાના ખલાસીઓને ઉઠાવી જવાતા સાગરપુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાક મરીનના ફાયરીંગમાં કોઈ માછીમારને ઈજા નહીં

સદનશીબે પાક મરીનના ફાયરીંગમાં કોઈ માછીમારને ઈજા નહીં પહોંચી હોવાનું જાણવા મળતા થોડી રાહત થઈ છે, પણ પરિવારજનોમાં ચિંતા પ્રસરી છે. દરિયાઈ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન કે જે આઈએમબીએલ તરીકે ઓળખાય છે તેની નજીક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા નાપાક હરકત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાનના જવાનોએ ફિશિંગ બોટ પર ફાયરીંગ પણ કર્યું

પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વ પ્રમુખ અને માછીમાર અગ્રણી મનીષ લોઢારીએ આપેલી માહિતી મુજબ પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ બંદરની અને ઓખાથી ઓપરેટ થતી ‘નર નારાયણ’ નામની ફિશિંગ બોટનું અપહરણ કરી લીધું છે. આ બોટમાં ૮ ખલાસીઓ સવાર હતા. પાકિસ્તાનના જવાનોએ ફિશિંગ બોટ પર ફાયરીંગ પણ કર્યું હોવાનું જાણવા મળે છે. જો કે ફાયરીંગમાં કોઈને ઈજા થઇ નથી.

હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

ઓખાની આ ફિશિંગ બોટને અપહરણ કરી પાકિસ્તાન લઇ જવામાં આવી છે. આ દરિયાઈ આતંકની ઘટના અંગે હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેમજ કોસ્ટ ગાર્ડ કે નેવી સહિતની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો ક્યા પડી સૌથી વધુ ઠંડી

Back to top button