ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા પ્રમુખોને ઘરભેગા કરાશે

  • પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારનું કડક વલણ
  • અંતર્ગત અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે
  • DDO તેમને તાત્કાલિક અસરથી ‘ઘરભેગા’ કરી શકશે

રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે એક નવું રાજપત્ર જાહેર કર્યું છે. જે અંતર્ગત અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે.

DDO તેમને તાત્કાલિક અસરથી ‘ઘરભેગા’ કરી શકશે

નવી જોગવાઈ મુજબ હવેથી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કોઈપણ હોદ્દેદાર સામે ભ્રષ્ટાચારનો આરોપ સિદ્ધ થશે, તો જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમને તાત્કાલિક અસરથી ‘ઘરભેગા’ કરી શકશે, એટલે કે પદ પરથી હટાવી શકશે.

નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરી શકાશે

ભ્રષ્ટાચારની તપાસ અને પગલાં લેવાની સંપૂર્ણ સત્તા DDO અને તેમનાથી ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે. આનાથી તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખો જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પ્રતિનિધિઓ સામે પણ નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરી શકાશે.

આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી

Back to top button