ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની મોટી ભરતી થશે, 1,141 જગ્યાઓ માટે CMની મંજૂરી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળામાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ રાજ્યમાં કૂલ 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી માટે ઉમેદવારોની પસંદગી SAT પરીક્ષાના મેરીટના આધાર પર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા બહારમાં પાડવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર, રાજ્યમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા માટે અને રમતગમત પ્રવૃતિમાં વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભરતીની મુખ્ય વિગતો આ પ્રમાણે છે
- કૂલ જગ્યાએ- 1141
- પદનું નામ- વ્યાયામ શિક્ષક (ધોરણ 6થી8)
- ભરતી પ્રકાર- સીધી ભરતી
- પસંદગીના માપદંડ-SAT પરીક્ષાનું મેરીટ
- વયમર્યાદામાં ખાસ છૂટ
સામાન્ય રીતે ભરતી માટે મહત્ત મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે, જો કે આ ભરતી માટે રાજ્ય સરકારે ખાસ 3 વર્ષની છૂટ આપી છે.
- સામાન્ય વર્ગ- 38 વર્ષ સુધી
- અનામત (એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લૂએસ)-43 વર્ષ સુધી
- મહિલા ઉમેદવાર વધારાની છૂટ
- અનામત કેટેગરીમાં આવતી મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધી રાખવામાં આવી છે.
લાયકાત શું હશે?
આ ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી સાથે CPED, BPED અથવા DPED જેવી શારીરિક શિક્ષણ સંબંધિત વ્યાવસાયિક લાયકાત હોવી જરુરી છે. ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી SAT પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
પગાર અને સેવાની શરતો
આ ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારને પાંચ વર્ષ સુધી ફિક્સ પગારની નીતિ મુજબ વેતન મળશે. ત્યાર બાદ નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચો: Gold Rate Today: સોનું થયું મોંઘું, ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો, જાણો લેટેસ્ટ રેટ












