ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ચૂંટણીની તૈયારી વચ્ચે CEC જ્ઞાનેશ કુમાર ગુજરાતના બે દિવસીય પ્રવાસે: સાબરમતી આશ્રમથી અડાલજની વાવની મુલાકાત લેશે

Gyanesh Kumar Gujarat Visit: આગામી વર્ષે યોજાનારી ચૂંટણીઓની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર 10 અને 11 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. CECના પ્રવાસને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે.

સાબરમતી આશ્રમથી પ્રવાસની શરૂઆત

CEC જ્ઞાનેશ કુમાર પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાતથી કરશે અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ ગુજરાતના ઐતિહાસિક સ્થાપત્ય સમાન અડાલજની વાવની પણ મુલાકાત લેશે.

‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થા’ પર પરિસંવાદ

મુલાકાત દરમિયાન અમદાવાદમાં ‘વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી વ્યવસ્થા’ વિષય પર વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો, ચિંતકો અને વિષય નિષ્ણાતો સાથે ચૂંટણી પ્રક્રિયાને વધુ મજબૂત, પારદર્શક અને સુદ્રઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

500થી વધુ BLO સાથે સીધો સંવાદ

ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતા બૂથ લેવલ ઓફિસરો (BLO)નો ઉત્સાહ વધારવા માટે CEC જ્ઞાનેશ કુમાર 500થી વધુ BLO સાથે સીધો સંવાદ કરશે. આ ઉપરાંત 1,000થી વધુ ઇલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC)ના સભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.

આ સંવાદ દરમિયાન ચૂંટણી કામગીરીના ગ્રાઉન્ડ લેવલના અનુભવો, પડકારો અને ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બનાવવાના ઉપાયો અંગે ચર્ચા થવાની છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ECINET અને મતદાર યાદી અંગે માર્ગદર્શન

CECની મુલાકાત દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ‘રોલથી પોલ સુધી પારદર્શિતા’ના સંકલ્પ સાથે વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને ડિજિટલ સિસ્ટમ ECINET, મતદાર યાદીમાં સુધારણા તથા ચૂંટણી વ્યવસ્થાપન અંગે અધિકારીઓને વિગતવાર માહિતી આપવામાં આવશે.

CECની ગુજરાત મુલાકાતને આગામી ચૂંટણી માટેની તૈયારીઓ, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને ગ્રાઉન્ડ લેવલના ચૂંટણી તંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો: iPhone 18 Pro સિરીઝની ભારત કિંમત જાહેર: ₹1.64 લાખથી શરૂ, iPhone Duoની કિંમત ₹2.99 લાખ

Back to top button