ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાતવિશેષ

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચારઃ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો ટાઇમટેબલ બદલાયો

GSEB Board Exam TimeTable: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC)ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આ ટાઇમટેબલમાં 4 માર્ચ, 2026ના રોજ ધુળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરાતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. આ મામલે શિક્ષણ બોર્ડે પોતાની ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો હોવાનો પરિપત્ર જાહેર કર્યો છે.

ધુળેટીને બદલે હવે આ તારીખે લેવાશે પરીક્ષા

શિક્ષણ બોર્ડ દ્વારા ગત 11 નવેમ્બર, 2025ના રોજ ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ (ટાઇમ ટેબલ) જાહેર કરવામાં આવ્યો હતો.

  • પહેલાંની તારીખ (રદ): 4 માર્ચ, 2026 (ધુળેટીની રજા)

આ તારીખમાં પહેલાં કઈ પરીક્ષા હતી?

  • ધોરણ 10- સામાજિક વિજ્ઞાન
  • ધોરણ 12- સામાન્ય પ્રવાહ: નામાના મૂળતત્ત્વો
  • ધોરણ 12- સાયન્સ પ્રવાહ: જીવ વિજ્ઞાન

નવી તારીખ તારીખ જાહેર કરાઈ

4 માર્ચના રોજ આયોજન કરાયેલું પેપર હવે વિદ્યાર્થીઓએ તેમના ધોરણ આધારે 16, 7 અને 18 માર્ચ, 2026ના રોજ આપવાનું રહેશે. શિક્ષણ વિભાગે આ મામલે પરિપત્ર જાહેર કરીને વાલીઓ અને વિદ્યાર્થીઓને આ ફેરફારની નોંધ લેવા જણાવ્યું છે.

ધોરણ તારીખ વિષય
ધોરણ-10 18-3-2026 સામાજીક વિજ્ઞાન

ધોરણ તારીખ વિષય
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) 17-3-2026 નામાના મૂળતત્વો
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) 18-3-2026 ઈતિહાસ
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) 18-3-2026 જીવવિજ્ઞાન અને કૃષિ રાસાયણ શાસ્ત્ર
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) 18-3-2026 સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર
ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) 18-3-2026 પદાર્થવિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર

 

 

 

Back to top button