શેરબજારમાં હરિયાળી: સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની મૂડીમાં છ લાખ કરોડનો સુધારો

નવી દિલ્હી, 5 માર્ચ, ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 215 પોઈન્ટના વધારા સાથે 73,149.35 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.24 ટકાના વધારા સાથે 22,136.15 પર ખુલ્યો હતો. માર્કેટ સુધારા તરફી ખૂલ્યા બાદ 600 પોઈન્ટથી વધુ ઉછળ્યું છે. સેન્સેક્સ 596.10 પોઈન્ટના ઉછાળે તો નિફ્ટી 203.10 પોઈન્ટ સુધરી 22285.75 પર ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેક ખાતે ફાઈનાન્સ અને બેન્કિંગ સિવાય 24 શેર 4 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારમાં છેલ્લા નવ માસની તુલનાએ સૌથી લાંબી મંદી ફેબ્રુઆરીમાં જોવા મળી હતી. આ મંદી બાદ આજે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, રિયાલ્ટી, પીએસયુ, પાવર શેરોમાં નીચા મથાળે મોટાપાયે લેવાલી નોંધાતા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યા છે. એશિયન બજારોમાં તેજીના વલણ વચ્ચે બુધવારે (5 માર્ચ) સ્થાનિક શેરબજારો સકારાત્મક નોંધ સાથે ખુલ્યા. ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા આઇટી શેરોમાં થયેલા ઉછાળાએ પણ બજારને ઉપર ખેંચ્યું. યુએસ વાણિજ્ય મંત્રીએ કેનેડા અને મેક્સિકોના ટેરિફમાં થોડી રાહત આપવાનો સંકેત આપ્યો છે. આની ભાવના પર સકારાત્મક અસર પડી છે.
૩૦ શેરો વાળા બીએસઈ સેન્સેક્સ આજે ૭૩,૦૦૫.૩૭ ના નજીવા વધારા સાથે ખુલ્યો. જ્યારે મંગળવારે તે 72,989 ના સ્તરે બંધ થયો હતો. સવારે ૧૧ વાગ્યે, સેન્સેક્સ ૫૯૮.૧૧ પોઈન્ટ અથવા ૦.૮૨% વધીને ૭૩,૫૮૮.૦૪ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 50 પણ વધારા સાથે ખુલ્યો. સવારે ૧૧:૦૫ વાગ્યે, તે ૨૦૩.૨૦ પોઈન્ટ અથવા ૦.૯૨% વધીને ૨૨,૨૮૫.૮૫ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે વ્યાપક બજારોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ ઇન્ટ્રાડે 2% અને મિડકેપ ઇન્ડેક્સ 1.67% નો વધારો જોઈ રહ્યો છે.
આ પણ વાંચો..ગોલ્ડ પરની ટેરિફ વેલ્યુ 10 ગ્રામદીઠ ઘટાડીને 910 ડોલર નિર્ધારિત કરાઇ












