કોર્ટ રૂમમાં સરકારી કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ, આપઘાતનું કારણ અકબંધ

છત્તીસગઢઃ 22 જુલાઈ, 2025: છત્તીસગઢમાં મંગળવારે દુર્ગ-ભિલાઈ 3 કોર્ટના એક ક્લાર્કે કોર્ટ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારે (22 જુલાઈ) સવારે કોર્ટમાં તેમનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકતો મળી આવ્યો. ઘટનાની માહિતી મળતાં જ ભિલાઈ 3 પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહને નીચે ઉતાર્યો અને પંચનામાની કાર્યવાહી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો. પોલીસે આ મામલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
કોર્ટ રૂમમાં કરી આત્મહત્યા
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, 46 વર્ષીય ક્લાર્ક સોમનાથ ઠાકુરે મેજિસ્ટ્રેટ અભિનવ દહરિયાના કોર્ટ રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, લાશને નીચે ઉતારી, પોસ્ટમોર્ટમ માટે સુપેલા હોસ્પિટલમાં મોકલી હતી. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આપઘાતનું કારણ અકબંધ
ક્લાર્કના આત્મહત્યાની માહિતી મળતાં કોર્ટ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. કોર્ટના અન્ય કર્મચારીઓ પણ આ ઘટનાથી ચોંકી ગયા છે. પોલીસે હાલમાં કેસની તપાસ શરૂ કરી છે. જોકે, આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી. પોલીસ પરિવાર અને તેના સાથીદારોની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ મહિલાએ છૂટાછેડા માટે માંગી BMW અને 12 કરોડ, કોર્ટે કહ્યુઃ ‘જાતે કમાઈને…’
આ પણ વાંચોઃ રાજકોટમાં જન્માષ્મીએ યોજાનારા લોકમેળાને આકર્ષક શીર્ષક મંગાવાયું, વિજેતાને મળશે પુરસ્કાર












