સરકારે ઓઇલ અને ગેસ બ્લોકની હરાજીનો સમય બીજી વખત વધાર્યો, 31 ડિસેમ્બર સુધી કરી શકાશે બિડ

નવી દિલ્હી, 29 ઓક્ટોબર, 2025: સરકારે નવીનતમ ઓઇલ અને બ્લોકની હરાજી (OLAP-X) હેઠળ બિડ જમા કરવાની અંતિમ તારીખમાં બીજી વખત વધારો કર્યો છે. તેનાથી સંભવિત રોકાણકારોની ભાગીદારી માટે વધુ સમય મળશે. આ જાણકારી હાઇડ્રોકાર્બન ડિરેક્ટોરેટ (DGH)એ આપી છે.
OALP-X લાઇસન્સિંગ રાઉન્ડ માટે બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ બે મહિના વધારીને 31 ડિસેમ્બર, 2025 કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ઇન્ડિયા એનર્જી વીક 2025 દરમિયાન શરૂ કરાયેલા આ રાઉન્ડ માટેની મૂળ સમયમર્યાદા જુલાઈનો અંત હતો અને બાદમાં તેને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.
ચોથા ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ્સ (DSF) રાઉન્ડ અને સ્પેશિયલ કોલ-બેડ મિથેન (CBM) રાઉન્ડ માટે બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ પણ 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.
OALP-X હેઠળ બિડિંગ માટે કુલ 25 બ્લોક્સ ઓફર કરવામાં આવ્યા છે, જેનો સંયુક્ત વિસ્તાર આશરે 191,986 ચોરસ કિલોમીટર છે. આ બ્લોક્સમાં છ ઓનશોર, છ છીછરા પાણી, એક ઊંડા પાણી અને 12 અલ્ટ્રા-ડીપવોટર બ્લોક્સનો સમાવેશ થાય છે. આ બ્લોક્સ 13 સેડિમેન્ટરી બેસિનમાં ફેલાયેલા છે.
આ રાઉન્ડમાં આંદામાન બેસિનમાં 47,058 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતા ચાર બ્લોક્સનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી આ બ્લોક્સને ભારત માટે એક નવા સંશોધન ક્ષેત્ર તરીકે જુએ છે અને દાવો કર્યો છે કે તેઓ ગુયાના જેવા આંતરરાષ્ટ્રીય હોટસ્પોટ કરતા વધુ તેલ અને ગેસ ભંડાર ધરાવે છે.
સરકારના મતે, આ અત્યાર સુધીનો સૌથી મોટો સંશોધન ક્ષેત્ર છે, જેનો ઉદ્દેશ્ય ક્રૂડ તેલ અને કુદરતી ગેસ ઉત્પાદનને વધારવાનો છે. ક્રૂડ તેલને પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણમાં રિફાઇન કરવામાં આવે છે, જ્યારે કુદરતી ગેસનો ઉપયોગ વીજ ઉત્પાદન, ખાતર ઉત્પાદન, CNG અને ઘરેલું રસોઈ જેવા ક્ષેત્રોમાં થાય છે.
આ પણ વાંચોઃ રિંગીગ બેલ્સના એમડી મોહિત ગોયલના ડાઇવોર્સ, આપ્યું રૂ. 3.60 કરોડનું ભરણપોષણ












