ગૂગલ પ્લે સ્ટોરના નિયમો થશે કડક: એન્ડ્રોઇડ એપ્સ માટે મેમરી વપરાશ અને સાઇન-ઇનના નવા ગુણવત્તા ધોરણો જાહેર
Google Play Store Policy Update: એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ગૂગલે તેના પ્લે સ્ટોરના નીતિ-નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. ગૂગલના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2027 થી ગૂગલ પ્લે પર ઉપલબ્ધ તમામ એન્ડ્રોઇડ એપ્સ અને ગેમ્સ માટે નવા મેમરી વપરાશ, બીટમેપ મેમરી અને DeX કોડ ઓપ્ટિમાઇઝેશન ધોરણોનું પાલન કરવું ફરજિયાત બનશે. કંપનીએ ડેવલપર્સને તેમની એપ્સને વધુ કાર્યક્ષમ બનાવવા અને મેમરીનો બગાડ ઘટાડવા માટે અગાઉથી પૂરતો સમય આપ્યો છે. જે એપ્લિકેશનો આ નવા ગુણવત્તા ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે, તેમની ગૂગલ પ્લે સ્ટોર પર દૃશ્યતા ઘટાડી દેવામાં આવશે અથવા તેમની પ્રકાશન ક્ષમતાઓ પર મર્યાદાઓ લાદવામાં આવશે.
RAM અને ડાયનેમિક મેમરીના ઉપયોગ પર રાખવામાં આવશે કડક નજર
નવા નિયમો હેઠળ ગૂગલ હવે ડાયનેમિક મેમરી વપરાશનું કડક નિરીક્ષણ કરશે. આ સિસ્ટમ તપાસશે કે કોઈ એપ સ્માર્ટફોનની પ્રાઈવેટ મેમરીનો કેટલો ઉપયોગ કરી રહી છે. એપ્લિકેશન ફોરગ્રાઉન્ડમાં સક્રિય હોય કે બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય, બંને સ્થિતિમાં તેના મેમરી વપરાશ પર નજર રાખવામાં આવશે. વિવિધ ઉપકરણોની ક્ષમતા અને પરફોર્મન્સના આધારે મેમરી મર્યાદા અલગ-અલગ નક્કી થઈ શકે છે. આ નિર્ણયની સીધી અસર એવી એપ્સ પર પડશે જે બેકગ્રાઉન્ડમાં પડી રહીને પણ અતિશય RAM નો વપરાશ કરે છે અને ફોન પ્રોસેસર પર બિનજરૂરી બોજ વધારે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બીટમેપ મેમરી અને R8 કોડ ઓપ્ટિમાઇઝેશન પર રહેશે ખાસ ધ્યાન
સામાન્ય RAM વપરાશ ઉપરાંત ગૂગલે બીટમેપ મેમરીના મેનેજમેન્ટને પણ ગુણવત્તા ધોરણોમાં સામેલ કર્યું છે. એપના બીટમેપ્સ જ્યારે બેકગ્રાઉન્ડમાં કેશ થયેલા હોય ત્યારે કેટલી મેમરી વાપરે છે તે ચકાસવામાં આવશે, જેથી અન્ય પ્રાથમિક પ્રવૃત્તિઓ માટે સિસ્ટમ સંસાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે. આ સાથે જ કોડ ઓપ્ટિમાઇઝેશન માટે R8 જેવા અદ્યતન ટૂલ્સનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. પ્રકાશિત થતી એપ્સમાં ઓછામાં ઓછું 25 ટકા ઓપ્ટિમાઇઝેશન કવરેજ હોવું જરૂરી છે, જેથી બિનજરૂરી કોડ ઘટે, એપનું કદ નાનું થાય અને ડિવાઇસ સ્મૂથ રીતે કામ કરી શકે.
ઝીરો-ટેપ સાઇન-ઇન: નવા એન્ડ્રોઇડ ફોનમાં લોગિનની ઝંઝટમાંથી મુક્તિ
રેમ નિયંત્રણો ઉપરાંત ગૂગલે યુઝર્સ માટે ‘ઝીરો-ટેપ સાઇન-ઇન’ નામનું એક નવું સુવિધાજનક ફીચર પણ રજૂ કર્યું છે. આ સુવિધાનો મુખ્ય હેતુ નવો એન્ડ્રોઇડ ફોન સેટ કરતી વખતે કે ડેટા ટ્રાન્સફર કરતી વખતે દરેક એપમાં વારંવાર લોગિન કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. નવા નિયમ હેઠળ ડેવલપર્સે એન્ડ્રોઇડ ક્રેડેન્શિયલ રિસ્ટોર API નો ઉપયોગ કરવાનો રહેશે, જેનાથી નવા ઉપકરણ પર યુઝરનું લોગિન સ્ટેટસ આપમેળે પુનઃસ્થાપિત થઈ જશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કડક અમલીકરણ અને ભવિષ્યની યોજનાઓ
ઝીરો-ટેપ સાઇન-ઇન નિયમનું પાલન ન કરનારી એપ્લિકેશનો આગામી એપ્રિલ થી ગૂગલ પ્લે પર તેમની દૃશ્યતા અને સંપૂર્ણ પ્રકાશન ક્ષમતાઓ ગુમાવી શકે છે, જોકે ગેમિંગ એપ્સને હાલ પૂરતી આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમની જરૂરિયાતો મુજબ આ ધોરણોમાં ભવિષ્યમાં વધુ સુધારા-વધારા થઈ શકે છે. કંપનીનું માનવું છે કે આ કડક પગલાંથી એપ્સ ક્રેશ થવાની સમસ્યાઓ ઘટશે અને યુઝર્સને વધુઝડપી તેમજ સુરક્ષિત એન્ડ્રોઇડ અનુભવ મળશે.
આ પણ વાંચો: સ્માર્ટફોન ખરીદીમાં મોટો બદલાવ, AI ફીચર્સ માટે ભારતીયોની વધતી માંગ









