અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને મળી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, 20 કલાકમાં બીજીવાર આવ્યો Email

પંજાબઃ 15 જુલાઈ, 2025: Golden Temple Receives Bomb Threat: શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટી (SGPC) ને એકવાર ફરી ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. આ એ પ્રકારની ચેતવણી છે, જેમાં સચ્ચખંડ શ્રી હરમંદિર સાહિબમાં RDX મૂક્યો હોવાના ષડયંત્રની જાણકારી આપવામાં આવી છે.
મુખ્યમંત્રીને પત્ર લખીને તપાસની કરી માંગ
SGPA એ આ ગંભીર જોખમને ધ્યાને લઈને પંજાબના મુખ્યમંત્રીને પત્ર લખીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોતાના પત્રમાં SGPA લખ્યું કે, શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટી, શ્રી અમૃતસર સાહિબની ઈમેલ આઈડી પર એક અન્ય ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં કોઈ અજાણ્યા શખસે શ્રી હરમંદિર સાહિબમાં RDX મૂક્યો હોવાના ષડયંત્રની જાણકારી આપી છે.’
પંજાબ સરકારને કર્યો આગ્રહ
SGPC એ પંજાબ સરકારને આગ્રહ કર્યો કે, તે તાત્કાલિક આ આખા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરે અને ગુરૂદ્વારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. આ પહેલાં પણ આ પ્રકારની ધમકી SGPC ને ઈમેલ દ્વારા ધમકી મળી ચુકી છે, જેને લઈને પેહલાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે.
હાલ, આ મામલાને SGPC અને સ્થાનિક તંત્ર બંનેએ ગંભીરતા દાખવી છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, સોમવારની રાત્રે ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ એજન્સીઓ અને તંત્ર એલર્ટ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ Youtubeએ જાહેર કરી નવી પોલિસી, કન્ટેન્ટ ક્રિએટર્સ પર શું અસર પડશે?
આ પણ વાંચોઃ જો તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને ઐશ્વર્ય ઈચ્છો છો તો આજે જ કરો આ ઉપાય












