ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ગિફ્ટ નિફ્ટી 350 પોઇન્ટ ઉપર, નીચા મથાળે લેવાલી નીકળી આવવાની ધારણા

મુંબઇ, 8 એપ્રિલ 2025: ગઇકાલે બ્લેક મંડે અનુભવ્યા બાદ આજે શેરોના નીચતા મથાળે લેવાલી નીકળી આવવાની શક્યતા છે. હાલમાં ગિફ્ટ નિફ્ટી 350 પોઇન્ટ ઉપર છે. દરમિયાનમાં એશિયન બજારોમાં જોઇએ તો જાપાનનો નિક્કેઇ સરેરાશ 6 ટકા વધ્યો હતો, ત્યારે હોંગકો્ગનો હેંગસેંગ અને દક્ષિણ કોરિયાનના કોસ્પીમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ તાઇવાનનો ઇન્ડેક્સ સતત ડાઉન રહ્યો હતો.

જોકે અમેરિકન બજારોમાં ઘટાડો આગળ ચાલતા ડાઉ જોન્સ 0.91 ટકા અને એસએ્ડપી 500 0.23 ટકા તૂટ્યો હતો, જ્યારે નાસડેક કંપોઝીટ ફ્લેટ બંધ આવ્યો હતો. ટેરિફનને કારણે બજારમાં અફરાતફરી મચી છે ત્યારે એનાલિસ્ટોએ નોંધ્યુ છે કે ભારતીય બજારો નીચા ટેરિફ અને અમેરિકન નિકાસ પર ઓછી નિર્ભરતાને કારણે એશિયન નિર્દેશાંકોની તુલનામાં સારી સ્થિતિમાં છે.

જો આજના સત્રમાં માર્કેટ બાઉન્સ બેક થાય તો પણ એનાલિસ્ટો પ્રવર્તમાન વેપાર યુદ્ધના તણાવને કારણે અસ્થિર રહેશે. અગાઉના સત્રમાં પ્રારંભઙિક કડાકા બાદ ઇન્ટ્રા ડેમાં નીચા મથાળેથી સુધારો થયો હતો. એનાલિસ્ટોના અનુસાર ટૂંકા ગાળામાં 22,000નું સ્તર નિફ્ટી માટે મહત્વનું રહેશે. જો માર્કેટ આ સ્તરથી ઉપર રહેશે તો પુલબેક રેલી આવી શકે છે અને 22,500-22,600ના સ્તર સુદી જઇ શકે છે. જ્યારે બીજી બાજુ જો 22,000ની સપાટી ગુમાવશે તો વધુ નરમાઇ આવી શકે છે.

આ સ્તરથી નીચે નિફ્ટી 21,800 બતાવી શકે છે અને વધુ ઘટાડો ચાલશે તો નિફ્ટી એક તબક્કે 21,650નું સ્તર બતાવી શકે છે.

આ પણ વાંચોઃ આજનું હવામાન: સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીષણ ગરમી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે આજનું તાપમાન

Back to top button