બીજી વખત પેરેન્ટ્સ બન્યા ગૌહર ખાન અને ઝૈદ દરબાર, અભિનેત્રીએ બીજા પુત્રને જન્મ આપ્યો

- ગૌહર ખાને 1 સપ્ટેમ્બરની રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ દ્વારા પોતાના પુત્રના જન્મના સમાચાર શેર કર્યા હતા
HD ન્યુઝ ડેસ્કઃ પ્રખ્યાત અભિનેત્રી અને રિયાલિટી શો ‘બિગ બોસ 7’ ની વિજેતા ગૌહર ખાન બીજી વખત માતા બની છે. ગૌહર અને તેના કોરિયોગ્રાફર પતિ ઝૈદ દરબારે Gauahar Khan and Zaid Darbar બીજી વખત માતા-પિતા બનવાના ખુશખબર આપ્યા છે અને તેમના ઘરે એક નાના પુત્રનો જન્મ થયો છે. તેમના બીજા પુત્રનું સ્વાગત કરતા આ દંપતીએ સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા છે. ત્યારબાદ ચાહકો અને સેલેબ્સ તરફથી અભિનંદનનો વરસાદ થયો છે.
ગૌહર-ઝૈદે આપ્યા સારા સમાચાર
ગૌહર ખાને 1 સપ્ટેમ્બરની રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ દ્વારા પોતાના પુત્રના જન્મના સમાચાર શેર કર્યા હતા. તેમની પોસ્ટમાં એક સુંદર કાર્ડ છે જેમાં સિંહ, સિંહણ અને બે બચ્ચાની સુંદર છબી જોવા મળે છે.
કાર્ડમાં લખ્યું છે કે 1 સપ્ટેમ્બર 2025 ના રોજ જેહાનના નાના ભાઈના આગમનની જાહેરાત કરતા ખૂબ જ ખુશી થાય છે. અમારા પરિવાર માટે હંમેશા તમારા બધા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. ગ્રેટફુલ પેરેન્ટ્સ – ઝૈદ અને ગૌહર.
View this post on Instagram
સેલેબ્સ અને ચાહકોએ અભિનંદન પાઠવ્યા
ગૌહર અને ઝૈદને ચાહકો અને સેલિબ્રિટીસ તરફથી ખુબ ખુબ અભિનંદન મળી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના મિત્રો, કલાકારો અને ચાહકોએ આ કપલ પર પ્રેમ વરસાવ્યો છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ હાર્ટ ઈમોજી મુક્યું છે, જ્યારે કૃતિ ખરબંદા અને અન્ય લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.
2020 માં લગ્ન કર્યા, હવે બે પુત્રોના પેરેન્ટ્સ
ટીવી અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતી ગૌહરે ડિસેમ્બર 2020 માં કોરિયોગ્રાફર ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. તેમના પહેલા પુત્ર જેહાનનો જન્મ મે 2023 માં થયો હતો. ઝૈદ દરબાર પ્રખ્યાત સંગીતકાર ઈસ્માઇલ દરબારનો પુત્ર છે. અભિનય ઉપરાંત ગૌહર હાલમાં ઘણી બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સમેન્ટ કરી રહી છે, જ્યારે ઝૈદ સોશિયલ મીડિયા પર રીલ્સ અને બિહાઈન્ડ ધ સીન કન્ટેન્ટ માટે જાણીતો છે.
આ પણ વાંચોઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ‘ગુબાલો’નું ઘર તૂટ્યું, લગ્નના 15 વર્ષ બાદ કેમ તૂટ્યા રિલેશન?












