‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ‘ગુબાલો’નું ઘર તૂટ્યું, લગ્નના 15 વર્ષ બાદ કેમ તૂટ્યા રિલેશન?

- સિમ્પલ કૌલે કહ્યું, ‘અમે એક પરિવાર કરતાં પણ વધુ છીએ. મને એવું નથી લાગતું કે આ બધું જ સમાપ્ત થઈ ગયું છે કારણ કે હું આ વ્યક્તિને ઘણા વર્ષોથી ઓળખું છું
3 સપ્ટેમ્બર, મુંબઈઃ Taarak Mehta Ka Ooltah Chashmah (Tmkoc) અને ‘શરારત’ જેવા ટીવી શોમાં દેખાયેલી અભિનેત્રી સિમ્પલ કૌલ Simple Kaul છૂટાછેડા લઈ રહી છે. તેણે પતિ રાહુલ લુંબાથી અલગ થવાની જાહેરાત કરી છે. સિમ્પલે તાજેતરમાં જ કોર્ટમાં તેના પતિથી છૂટાછેડાની અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે અલગ થવાનો નિર્ણય પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો હતો. સિમ્પલ કૌલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની પહેલી પત્ની ગુલાબોની ભૂમિકા ભજવીને નામના મેળવી હતી.
સિમ્પલ કૌલે વર્ષ 2010 માં રાહુલ લુંબા સાથે લગ્ન કર્યા હતા. હવે 15 વર્ષ પછી, તેઓ છૂટાછેડા લઈ રહ્યા છે. તેણે ડિવોર્સ અંગે વાત કરતા જણાવ્યું કે તાજેતરમાં જ અમે છૂટાછેડા લેવાનો નિર્ણય પરસ્પર સંમતિથી લીધો છે. તે બંને ખૂબ જ પરિપક્વ છે. સિમ્પલ કૌલે કહ્યું, ‘અમે એક પરિવાર કરતાં પણ વધુ છીએ. મને એવું નથી લાગતું કે આ બધું જ સમાપ્ત થઈ ગયું છે કારણ કે હું આ વ્યક્તિને ઘણા વર્ષોથી ઓળખું છું. જ્યારે તમે લગ્ન કરો છો, ત્યારે તમારા જીવનસાથી, તમારો પરિવાર, બધું જ એવું ને એવું રહે છે. મને ખબર નથી કે લોકો કેવી રીતે અલગ થઈ જાય છે. મને તે સમજાતું નથી. હું પ્રેમથી જીવું છું અને હું મારા જીવનમાં ખૂબ પ્રેમ, ખુશી અને આધ્યાત્મિક જાગૃતિ સાથે આગળ વધું છું. હું આ રીતે જ જીવું છું.’
લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતી
સિમ્પલ કૌલે તેના પતિથી છૂટાછેડાનું કારણ જાહેર કર્યું ન હતું, પરંતુ 2023માં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે અને તેના પતિ લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે અને તે તેને ખૂબ મિસ કરે છે. સિમ્પલ કૌલે કહ્યું હતું કે, ‘તે વિદેશમાં ઘણો સમય વિતાવે છે. મને ક્યારેક તેની યાદ આવે છે, પરંતુ અમારી વચ્ચે ખૂબ સારી સમજ છે અને અમારા સંબંધો ખૂબ જ મજબૂત છે. આખરે તે સુસંગતતા અને જીવનમાં સંતુલન બનાવવા વિશે છે. જ્યારે તે દૂર હોય છે, ત્યારે હું મારી કારકિર્દી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકું છું. તેથી અમારા બંને માટે વર્ક લાઈફમાં સંપૂર્ણ બેલેન્સ છે અને અમે ખુશ છીએ.
સિમ્પલ કૌલની અભિનય કારકિર્દી, વ્યવસાય અને પતિનું કામ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘શરારત’ સિવાય સિમ્પલ કૌલે ‘ ઝિદ્દી દિલ માને ના’, ‘યમ હૈ હમ’, ‘ઓયે જસ્સી’ અને ‘દિલ્લી વાલી ઠાકુર ગર્લ્સ’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. તે ‘CID’, ‘સાસ બિના સસુરાલ’ અને ‘તીન બહુરાનિયાં’ જેવી સિરિયલોનો પણ ભાગ રહી ચુકી છે. સિમ્પલ કૌલ એક બિઝનેસવુમન પણ છે. હાલમાં તેની મુંબઈમાં 6 અને બેંગ્લોરમાં એક રેસ્ટોરન્ટ છે. તેના પતિ રાહુલ લુમ્બા પણ બિઝનેસમેન છે.
આ પણ વાંચોઃ એન્ટીટ્રસ્ટ કેસમાં ગૂગલને મોટી રહત, નહીં વેચવું પડે ક્રોમ બાઉઝર, શેરમાં 8 ટકાનો ઊછાળો












